Gujarat Weather: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. મહિસાગર, ગીર સોમનાથ, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં આજે કમોસમી વરસાદ વરસ્યો છે. માવઠાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આજે નલિયામાં 12.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 30.1 ડિગ્રી મહત્તમ તાપમાન અને 19.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગની શું છે આગાહી
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આજે અને આવતીકાલે અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ કમોસમી વરસાદ થઇ શકે છે.
કયા શહેરમાં કેટલું રહ્યું મહત્તમ તાપમાન
આજે નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો રાજકોટમાં 33.8 ડિગ્રી, સુરતમાં 33.6, વેરાવળમાં 33, પોરબંદરમાં 32.4, મહુવામાં 31.8, સુરેન્દ્રનગરમાં 31.5, વડોદરામાં 31.4, ભુજમાં 31.2, નલિયામાં 31.2, અમરેલીમાં 31.1, કેશોદમાં 30.8, કંડલા પોર્ટમાં 18, દ્વારકામાં 17.8, ડીસામાં 17, અમદાવાદમાં 19.5, ગાંધીનગરમાં 19.2, ભાવનગરમાં 30.1, વલ્લભ વિદ્યાનગરમાં 29.3, ઓખામાં 26.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
કયા શહેરમાં કેટલું રહ્યું લઘુત્તમ તાપમાન
આજે નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો નલિયામાં 12.5 ડિગ્રી, ભુજમાં 15.6, પોરબંદરમાં 16.2, રાજકોટમાં 17, ડીસામાં 17, કેશોદમાં 17.8, દ્વારકામાં 17.8, કંડલા પોર્ટમાં 18, અમરેલીમાં 18.6, સુરેન્દ્રનગરમાં 19, ગાંધીનગરમાં 19.2, અમદાવાદમાં 19.5, સુરતમાં 19.6, મહુવામાં 19.6, ઓખામાં 19.8, ભાવનગરમાં 20.3, વડોદરામાં 20.4, વેરાવળમાં 20.5, વલ્લભ વિદ્યાનગરમાં 20.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
ત્રણ દિવસમાં કેટલું નોંધાયું મહત્તમ તાપમાન
| રાજ્યમાં ક્યાં કેટલું નોંધાયું મહત્તમ તાપમાન | |||
| શહેર | 31-Jan | 1-Feb | 2-Feb |
| અમદાવાદ | 30.8 | 30.5 | 30.1 |
| ડીસા | 31.4 | 30.8 | 30.4 |
| ગાંધીનગર | 29.4 | 29.8 | 30.1 |
| વલ્લભ વિદ્યાનગર | 31.3 | 30.7 | 29.3 |
| વડોદરા | 30.2 | 31.6 | 31.4 |
| સુરત | 30.8 | 33.8 | 33.6 |
| ભુજ | 30 | 31 | 31.2 |
| નલિયા | 30.6 | 30.6 | 31.2 |
| કંડલા પોર્ટ | 30.5 | 31.4 | 30.6 |
| અમરેલી | 31.5 | - | 31.1 |
| ભાવનગર | 28.6 | 30.1 | 30.1 |
| દ્વારકા | 29.1 | 30 | 30.5 |
| ઓખા | 25.3 | 25.2 | 26.8 |
| પોરબંદર | 31 | 31.6 | 32.4 |
| રાજકોટ | 31.8 | 32.8 | 33.8 |
| વેરાવળ | 28.2 | 28.4 | 33 |
| સુરેન્દ્રનગર | 30.8 | 30.8 | 31.5 |
| મહુવા | 29.2 | 31.4 | 31.8 |
| કેશોદ | 31.2 | 30.7 | 30.8 |
| રાજ્યમાં ક્યાં કેટલું નોંધાયું લઘુત્તમ તાપમાન | |||
| શહેર | 31-Jan | 1-Feb | 2-Feb |
| અમદાવાદ | 18.6 | 19.4 | 19.5 |
| ડીસા | 16.8 | 17.3 | 17 |
| ગાંધીનગર | 18.2 | 18.6 | 19.2 |
| વલ્લભ વિદ્યાનગર | 19 | 19.8 | 20.6 |
| વડોદરા | 18.4 | 19.6 | 20.4 |
| સુરત | 20 | 20.2 | 19.6 |
| ભુજ | 14.6 | 15 | 15.6 |
| નલિયા | 12.8 | 12 | 12.5 |
| કંડલા પોર્ટ | 16.9 | 17 | 18 |
| અમરેલી | 16.2 | 16.2 | 18.6 |
| ભાવનગર | 18.6 | 19.6 | 20.3 |
| દ્વારકા | 16.7 | 17.6 | 17.8 |
| ઓખા | 19 | 19.6 | 19.8 |
| પોરબંદર | 15.9 | 15.5 | 16.2 |
| રાજકોટ | 15.8 | 15.9 | 17 |
| વેરાવળ | 19.1 | 19.3 | 20.5 |
| સુરેન્દ્રનગર | 18 | 18.2 | 19 |
| મહુવા | 17.7 | 18.5 | 19.6 |
| કેશોદ | 14.9 | 14.8 | 17.8 |
