કચ્છના દરિયામાંથી સુરક્ષા એજન્સીઓએ 200 કરોડનું 118 કિલો કોકેઈન ઝડપી લીધું, આરોપીઓની ધરપકડ

કચ્છના દરિયામાંથી સુરક્ષા એજન્સીઓએ 200 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું. યુરોપથી આવતા આ જથ્થા અંગે એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા તપાસ શરૂ કરાઈ છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 27 May 2026 10:28 AM (IST)Updated: Wed, 27 May 2026 01:30 PM (IST)
kutch-sea-drugs-seizure-200-crore-security-agencies

Kutch News: ગુજરાત રાજ્યના દરિયાકિનારે ઘણીવાર નશાના સોદાગરો દ્વારા ડ્રગ્સ ઘુસાડવામાં આવે છે. જેમાં ઘણીવાર કચ્છના દરિયાઈ માર્ગનો ડ્રગ્સ ઘુસાડવા માટે ઉપયોગ કર્યાનું સામે આવ્યું છે. જેની બાતમી મળતા જ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની હતી. લોકલ એસઓજી, કોસ્ટગાર્ડ અને એટીએસ સહિતની ટીમ દ્વારા દરિયામાંથી એક જહાજને અટકાવ્યું હતું.

200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

સુરક્ષા એજન્સીએ કચ્છના દરિયામાંથી એક શંકાસ્પદ જહાજને અટકાવીને તપાસ કરતા તેમાંથી આશરે 200 કરોડનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો. ઉપરાંત કેટલાક શંકાસ્પદોની પણ અટકાયત કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, ડ્રગ્સનો આ જથ્થો યુરોપથી લાવવામાં આવ્યો. હાલ આ ડ્રગ્સનો જથ્થો કોણે મંગાવ્યો અને ક્યાંથી આવ્યા આ મામલે તપાસ કામગીરી ચાલી રહી છે.

સુરક્ષા એજન્સીઓની કામગીરી

DGPની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સામે આવ્યું કે, આ ડ્રગ્સનો જથ્થો દિલ્હી સપ્લાય થવાનો હતો. પરંતુ તે દિલ્હી પહોંચે તે પહેલા જ ગુજરાત એટીએસ સહિતની ટીમે ડ્ર્ગ્સનો જથ્થો કબજે કર્યો હતો. 25મી રાતે આ ઓપરેશન હાથ ધરાયું. જેમાં ઈન્ડિયન કોસ્ટગાર્ડ અને એસઓજીની ટીમ દ્વારા 26મી મે એ વહેલી સવારે બોટને ઝડપી લીધી હતી. આ ડ઼્રગ્સનો જથ્થો બ્રાઝિલથી લોડ કરવામાં આવ્યો હતો.

વહાણ ઉપર રહેલા બન્ને આરોપીઓ તાન્ઝાનીયાના છે અને દિલ્હીથી ઝડપવામાં આવેલા આરોપી પૈકી એક નાઈજીરિયા અને એક યુગાન્ડાનો વતની છે.

આ કામગીરીમાં ડિલિવરી દિલ્હીના બે યુવકો કરવાના હતા. સુરક્ષા એજન્સીઓએ છ બેગ્સમાં કોકેઈનનો જથ્થો ઝડપી લીધો હતો. જેમાં 118 કિલો ડ્રગ્સ હતું. આ સમગ્ર કાર્યવાહીમાં ડ્રગ્સ લેનારા 2 આરોપીઓ એને બોટ પરથી 1 આરોપી એમ કુલ 3 શંકાસ્પદોની અટકાયત કરાઈ છે.