Kutch News: કારના બોનેટ નીચે એર ફિલ્ટરમાં છુપાવ્યું 1.47 કરોડનું કોકેઇન, કચ્છમાં પોલીસે દંપતી સહિત ચારને ઝડપ્યા

આરોપી હનિરસિંગ બિન્દરસિંહની પુછપરછ કરવામાં આવતા આ કોકેઇન તેમના મિત્ર ગુલવંતસિંહ ઉર્ફે શનિસિંઘે મુકલાવ્યું હતું. આ કોકેઇન કચ્છમાં કોને આપવાનું હતું? તે અંગે પૂછપરછ હાથ ધરાઈ છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 29 Nov 2024 04:51 PM (IST)Updated: Fri, 29 Nov 2024 04:51 PM (IST)
cocaine-worth-1-47-crore-hidden-in-car-air-filter-kutch-police-arrest-four-including-couple
HIGHLIGHTS
  • ભચાઉ તાલુકાના લાકડીયા હાઇવે હરિયાણાની કારમાંથી કોકેઇન મળી આવ્યું
  • સપ્લાય કરનાર શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો

Cocaine Seized in Kutch: કચ્છના ભચાઉ તાલુકાના લાકડીયા ધોરી માર્ગ પર રાત્રીના સમયે એસઓજીની ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બાતમીના આધારે હરિયાણા પાસીંગ કાર અટકાવી તલાશી કરવામાં આવી હતી. જેમાં કારના બોનેટમાં આવેલા એર ફિલ્ટરના નીચેના ભાગે છુપાવેલું 1.47 કિલોગ્રામના 1.47 કરોડનું કોકેઇન મળી આવ્યું હતું. આ સાથે પોલીસે પંજાબના દંપતી સહિત ચારની ધરપકડ કરી હતી. જ્યારે સપ્લાયરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

વધુ વિગતો મુજબ, પૂર્વ કચ્છ એસ.પી. સાગર બાગમાર દ્વારા જણાવાયું હતુ કે, ગઇકાલે રાત્રીના સમયે કચ્છના લાકડીયા ધોરી માર્ગ પર રાત્રીના સમયે એસઓજીની ટીમ દ્વારા વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે એક હરિયાણા પાસિંગની કાર શંકાસ્પદ લાગતા તેને અટકાવી તેની તલાશી કરવામાં આવી હતી. જેમાં કારના બોનેટ નીચે એર ફિલ્ટરમાં છુપાવેલું 1.47 કીલોગ્રામ કોકેઇન જેની બજાર કિંમત રૂા.1.47 કરોડ થયા જે મળી આવ્યું હતું.

આ સાથે કારમાં બેઠેલા હનિરસિંગ બિન્દરસિંહ શીખ (ઉં.વ. 27)ની મૂળ રહેવાસી: લહેરાદુર કોટ, તા. રામપુરા ફુલ, જી. ભટીન્ડા, પંજાબ કારના ડ્રાઈવર તરીકે ઓળખ થઇ છે. સંદીપસિંગ પપ્પુસિંગ શીખ (ઉં.વ.25) મૂળ રહેવાસી: વોર્ડ નં. 4, રામપુરા ફુલ, જી. ભટીન્ડા, પંજાબ પાછળની બેઠક પર મુસાફરી કરી રહ્યો હતો. જસપાલકોર ઉર્ફ સુમન ગુલવંતસિંગ ઉર્ફ શનિભાઈ (ઉં.વ. 29) અને અર્શદીપકોર સંદીપસિંગ શીખ (ઉં.વ.21)ની ધરપકડ કરવામાં આવી છે.

ચારેયની પૂછપરછમાં એક મહિલા માલ મોકલનારની પત્ની હોવાનું તપાસમાં જાણવા મળી રહ્યું છે. તેમજ સપ્લાય કરનાર શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ચારેય સામે એનડીપીએસ ધારા હેઠળ ગુનો નોંધી પંચનામું કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં મુખ્ય આરોપી હનિરસિંગ બિન્દરસિંહની પુછપરછ કરવામાં આવતા આ કોકેઇન તેમના મિત્ર ગુલવંતસિંહ ઉર્ફે શનિસિંઘે મુકલાવ્યું હતું. આ કોકેઇન કચ્છમાં કોને આપવાનું હતું? તે અંગે હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે.