કચ્છના ખાવડામાં બેટરી સ્ટોરેજ સિસ્ટમ શરુ: હવે 10 લાખ પરિવારોને મળશે વીજળીની સુવિધા

અદાણી ગ્રુપની રિન્યુએબલ ઉર્જા કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે કચ્છ જિલ્લાના ખાવડા વિસ્તારમાં પ્રતિકલાક 3.37 ગીગાવોટ ક્ષમતાની બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમનો પ્રારંભ કર્યો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 27 May 2026 11:35 AM (IST)Updated: Wed, 27 May 2026 12:51 PM (IST)
kutch-khavda-battery-energy-storage-system-adani-green

Kutch News: ભારતે હરિત ઉર્જા પરિવર્તનમાં નવો ઈતિહાસ સર્જ્યો છે. અદાણી ગ્રુપની રિન્યુએબલ ઉર્જા કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે કચ્છ જિલ્લાના ખાવડા વિસ્તારમાં પ્રતિકલાક 3.37 ગીગાવોટ ક્ષમતાની બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમનો પ્રારંભ કર્યો છે. ભારતના પાડોશી દેશ ચીનને છોડીને સમગ્ર વિશ્વમાં એક જ સ્થળ પર બનેલ સિંગલ લોકેશન બેટરી સ્ટોરેજ છે.

24 કલાક વીજ પુરવઠો પૂરો પડાશે

સ્ટોર કરાયેલી બેટરીમાં વીજ પુરવઠાને સ્ટોર કરીને જરુરિયાત સમયે રાજયના કોઈ પણ શહેરમાં સપ્લાય કરી શકાય છે. આ સિસ્ટમ ગોઠવાતા વીજળીની સમસ્યાનો નિકાલ આવશે. તેમજ આ સિસ્ટમની મદદથી દેશના બીજા ભાગોમાં પણ,ગોવા, ઇંદોર અને ચંદીગઢ જેવા શહેરોમાં 10 લાખ ઘરોમાં 24 કલાક વીજ પુરવઠો પૂરો પાડીને વીજળીની અછતને દૂર કરવામાં આવશે.

10 લાખ ઘરોમાં વીજળીની અછત દૂર થશે

આ સ્ટોરેજ સિસ્ટમની મદદ વડે 12 મિલિયન બલ્બોને સતત 10 કલાક સુધી ચાલુ રાખી શકાય છે. આ સુવિધાથી દેશના નાગરિકોની વીજ પુરઠાની સમસ્યાનો હલ થશે. કચ્છના ખાવડા વિસ્તારમાં બેટરી સ્ટોરેજ દ્વારા 2029 વર્ષ સુધીમાં 30 ગીગાવોટનો રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ તરીકે વિકસી રહ્યું છે. તેમાંથી 9.9 ગીગાવોટ પહેલાથી જ કાર્યશીલ છે.

રિન્યુએબલ એનર્જીમાં ચીન મોખરે

રિન્યુએબલ એનર્જી સ્ટોરેજમાં ચીન વિશ્વમાં સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે. જેમાં ચીનમાં આવેલા શિનજિયાંક અને ઇનર મંગોલિયામાં વિશ્વના સૌથી મોટા બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ કાર્યરત છે. જેની ક્ષમતાની વાત કરીએ તો, 4 હજાર મેગાવોટ પ્રતિ કલાક છે. આ બેટરીઓ માઈનસ 35 ડિગ્રી સેલ્સિયસમાં પણ કાર્ય કરે છે. ભારતમાં હવે નવીનીકરણીય ઉર્જાનો વિસ્તાર ધીમે ધીમે વધી રહ્યો છે. હાલ વધારે ઉર્જાની માંગ સામે પુન:પ્રાપ્ય ઉર્જાનો વિકલ્પ ઉત્તમ વિકલ્પ તરીકે સાબિત થયો છે.