દ્વારકા-કચ્છના દરિયા કાંઠેથી કરોડોની કિંમતનું ચરસ ઝડપાયું, સુરક્ષા એજન્સીઓ સતર્ક બની

ગુજરાતના દ્વારકાના કલ્યાણપુર દરિયા કાંઠા વિસ્તાર અને કચ્છના ક્રીક વિસ્તારમાંથી કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 07 May 2026 02:35 PM (IST)Updated: Thu, 07 May 2026 02:35 PM (IST)
kutch-dwarka-coast-charas-packets-seized-bsf-police-search-operation

Kutch News: ગુજરાત પાસે વિશાળ દરિયા કિનારો આવેલો છે. પરંતુ આ દરિયાના રસ્તેથી નશાના સોદાગરો ઘણીવાર ડ્રગ્સને મોકલતા હોય છે. ત્યારે ગુજરાતના સંવેદનશીલ દરિયાકાંઠામાંથી ઘણીવાર મોટી માત્રામાં બિનવારસી હાલતમાં ડ્રગ્સનો જથ્થો મળી આવે છે. તેવામાં ગુજરાતના દ્વારકાના કલ્યાણપુર દરિયા કાંઠા વિસ્તાર અને કચ્છના ક્રીક વિસ્તારમાંથી કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે.

દ્વારકાના દરિયાકાંઠે ચરસ ઝડપાયું

મળતી માહિતી મુજબ, દ્વારકાના કલ્યાણપુર દરિયા કિનારેથી પોલીસને મોટી સફળતા મળી છે. કલ્યાણપુર પોલીસે દરિયામાંથી તણાઈ આવેલા ચરસના પેકેટ્સ મળી આવ્યા છે. જેનું કુલ વજન 4.548 કિલો જેટલું થાય છે. ત્યારે આ ઇન્ટરનેશનલ માર્કેટમાં ચરસની કિંમત આશરે રુ.2.27 કરોડ થાય છે. પોલીસે હાલ તમામ ચરસનો જથ્થો કબજે કરીને અજ્ઞાત આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે

ક્રીક વિસ્તારમાં બિનવારસી ચરસ મળ્યું

કચ્છના સંવેદનશીલ વિસ્તાર એવા ક્રીક વિસ્તારમાંથી બીએસએફની 176 બટાલિયન દ્વારા હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં 10થી વધુ બિનવારસી હાલતમાં ચરસના પેકેટ્સ મળી આવ્યા છે. ચરસનો આટલો મોટો જથ્થો જોઈને સુરક્ષા એજન્સીઓ પણ વધુ સતર્ક બનીને તપાસ હાથ ધરી રહી છે. જ્યારે અગાઉ છેલ્લા 10 દિવસમાં કચ્છના દરિયા કિનારાથી કુલ 59 ડ્રગ્સના પેકેટ્સ મળેલા છે.

દરિયા કિનારે સુરક્ષામાં વધારો

ગુજરાતના દરિયા કિનારે અવારનવાર ડ્રગ્સ અને ચરસના પેકેટ્સ મળી આવેલા છે. તેથી ડ્રગ્સ માફિયાઓ દરિયાના માર્ગે ડ્રગ્સ મોકલવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવી સુરક્ષા એજન્સીઓને આશંકા છે. જોકે, પોલીસ અને બીએસએફે આ મામલે સઘન કાર્યવાહી હાથ ધરાઈ છે.