Sabarkantha: સાબરકાંઠાના ખેડબ્રહ્માથી આજે અસારવા માટે 09439 મેમુ ટ્રેનનું પ્રસ્થાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. ત્યારે 1 એપ્રિલથી નવી મેમુ ટ્રેન નિયમિતપણે શરુ થશે. 69252 ખેડબ્રહ્મા-અસારવા મેમુ અને 69251 અસારવા-ખેડબ્રહ્મા મેમુ ટ્રેનોને સમાવિષ્ટ કરવામાં આવી છે.
ખેડબ્રહ્માથી મેમુ ખેડબ્રહ્માથી રવાના થશે
આજે સાંજે 4 વાગ્યે 09439 મેમુ ખેડબ્રહ્માથી રવાના થશે. જે સાંજે 4:25 વાગ્યે ઈડર પહોંચશે તેમજ 4.40 વાગ્યે 15 મિનિટના રોકાણ બાદ આગળ વધશે. સાંજે 5:19 વાગ્યે હિંમતનગર પહોંચીને બે મિનિટ રોકાઈને 5:21 વાગ્યે રવાના થશે.
69251 અસારવા-ખેડબ્રહ્મા મેમુ 1 એપ્રિલ 2026થી, અસારવાથી સાંજે 6:25 વાગ્યે રવાના થશે જ્યારે તે મેમુ ટ્રેન સાંજે 7.44 વાગ્યે પહોંચશે. જે બે મિનિટ રોકાઈને 7.46 વાગ્યે ઉપડશે, રાત્રે 8.15 કલાકે ઈડર ખાતે પહોંચીને 1 મિનિટ રોકાઈને 8.16 કલાકે ઉપડશે. જે રાત્રે 9.10 કલાકે ખેડબ્રહ્મા ખાતે પહોંચશે.
આ પણ વાંચો
અસારવા મેમુ 2 ખેડબ્રહ્મા થઈ ઈડર જશે
જ્યારે 69252 ખેડબ્રહ્મા-અસારવા મેમુ 2 એપ્રિલ 2026ના રોજ ખેડબ્રહ્માથી સવારે 6:45 કલાકે રવાના થશે. જે ઇડર ખાતે સવારે 7:04 કલાકે પહોંચશે. તેમજ 1 મિનિટ રોકાઈને 7:05 વાગ્યે ઉપડશે. ત્યારબાદ સવાર 7.35 કલાકે હિંમતનગર ખાતે પહોંચશે. 2 મિનિટ રોકાઈને ટ્રેન 7,37 કલાકે ઉપડશે જે સવારના 9.30 કલાકે અસારવા ખાતે પહોચશે. મેમુ ટ્રેન ઇડર, હિંમતનગર,ખેડબ્રહ્મા, સોનાસણ, તલોદ, પ્રાંતિજ, દહેગાંમ, રખિયાલ, ડભોડા સરદારગ્રામ અને નરોડા અસારવા સ્ટેશન પરથી નીકળશે,
2 ટ્રેનના સમયમાં ફેરફાર
મુસાફરો માટે રેલ્વે વિભાગે મહત્વપૂર્ણ માહિતી આપી છે. ચિત્તોડગઢ-અસારવા અને અસારવા-કોટા ટ્રેનના સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે. જ્યારે ટ્રેન નંબર 19821 અસારવા-કોટા એક્સપ્રેસના સમયમાં 20 મિનિટ ઘટાડી દેવામાં આવી છે. આ ફેરફાર 4 એપ્રિલે લાગૂ કરવામાં આવશે. તેમજ ટ્રેન અસારવા સ્ટેશનથી સવારે 8.55 કલાકે ઉપડશે. સરદારગ્રામ સવારે 09:01/09:03 અને નંદોલ દહેગામ સવારે 09:28/09:30 વાગ્યે પહોંચશે.
ટ્રેન નંબર 69244 ચિત્તોડગઢ-અસારવા મેમુના અસારવા જંક્શન પર પહોંચવાના સમયને બદલવામાં આવ્યો છે. આ ફેરફાર 1 એપ્રિલ, 2026 (બુધવાર) થી લાગૂ કરવામાં આવશે. આ ટ્રેન અસારવા જંક્શન પર નિર્ધારિત સમય કરતાં 10 મિનિટ મોડી સાંજે 06:55 વાગ્યે કલાકે પહોંચશે જેનો જૂનો સમય 18:45 હતો.
