Rajkot Suicide News:રાજકોટમાં 15 વર્ષના કિશોરએ પોતાના ઘરે રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન અવાજ આવતા પિતા તુરંત જ રૂમમાં દોડી ગયા હતા અને તેને નીચે ઉતારી તાકીદે 108 મારફતે બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવમાં કિશોરનાં પિતાએ જણાવ્યું હતું કે છેલ્લા દોઢ મહિનાથી મારો પુત્ર માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યો હતો. પત્ની માનસિક રીતે અસ્વસ્થ હોવાથી ઘરમાં અશાંતીનું વાતાવરણ રહેતુ હતું. જેથી પુત્રએ હતાશામાં આવીને પપ્પા હવે હું થાકી ગયો છું.કહીં આ પગલું ભરી લીધું હતું. ક્યાં કારણથી આ પગલું ભર્યું તે વિશે પ્ર.નગર પોલીસે તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં રાજકોટમાં બીમારીથી કંટાળી પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.મૃતકનાં પરિવારજનો બહારથી ઘરે આવ્યા ત્યારે લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા આસપાસનાં લોકો એકઠા થઈ ગયા હતા.
આ પણ વાંચો
બાદ તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા.આ બનાવ અંગે બી.ડીવીઝન પોલીસ મથકના PSI જે.આર.સોલંકીએ તપાસ હાથ ધરી છે.
