Rajkot: શહેરના મોરબી રોડ ઉપર આવેલા કાગદડી ગામના પાટીયા પાસે રહેતા યુવાનની પત્ની રિસામણે ચાલી જતા તેમણે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેમજ આ બનાવ અંગે કુવાડવા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તુરત સિવિલ હોસ્પિટલે પહોંચી ગઇ હતી અને યુવાનનુ નિવેદન લેવા તજવીજ શરૂ કરી છે.
આ અંગે વધુ વિગતો મુજબ, કાગદડી ગામના પાટીયા પાસે 100 વારીયા પ્લોટમા રહેતા જગદીશ છગનભાઇ ચાવડા (ઉ.વ.35)નામના યુવાને ગઇકાલે સાંજે પોતાના ઘરે ઝેરી દવા પી જતા તેમને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, જગદીશ કડીયા કામ કરે છે અને તેમને સંતાનમાં એક દીકરો તેમજ પોતે ત્રણ ભાઇમાં વચેટ છે. જગદીશના પાંચ વર્ષ પહેલા પ્રેમગલગ્ન થયા હતા. જો કે પતિ-પત્ની વચ્ચે વચ્ચે માથાકૂટ થતા પત્ની દોઢ વર્ષ પહેલા માવતરે ચાલી ગઇ હતી.
પત્નીને તેના માતા-પિતા મોકલતા ન હોય અને ગઇકાલે બંન્ને વચ્ચે ફોન પર વાતચીત થતા ઝઘડો થયો હતો. જેના કારણે જગદીશે ફિનાઇલ પી લીધું હતું.
