Loading...

Rajkot: રેસકોર્સ રિંગ રોડ પર આવેલી યસ બેંકમાં લાગી ભીષણ આગ; શટર તોડી ફાયર ફાઈટરો અંદર પ્રવેશ્યા, આગ બુઝાવી

યસ બેંકમાં આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર વિભાગના 3 ફાયર ફાઈટર તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Tue 03 Feb 2026 11:14 AM (IST)Updated: Tue 03 Feb 2026 11:14 AM (IST)
rajkot-race-course-ring-road-yes-bank-fire-incident-on-monday-night-684927
HIGHLIGHTS
  • રેસકોર્સ રિંગ રોડ પર આવેલી યસ બેન્કમાં આગ લાગી
  • સોમવારે રાત્રે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી 
  • ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો

Rajkot fire incident: રંગીલા રાજકોટના હૃદય સમાન રેસકોર્સ રિંગ રોડ પર આવેલી યસ બેન્કમાં આગ લાગ્યાનો બનાવ બન્યો હતો. સોમવારે રાત્રીના 11:30 વાગ્યાની આસપાસ અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

રેસકોર્સ રિંગ રોડ પર યસ બેંકમાં લાગી આગ

રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ પર આવેલી યસ બેન્કમાં ગત રાત્રીએ આગ લાગી હતી. સોમવારે રાત્રીના 11:30 વાગ્યાની આસપાસ અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર વિભાગના 3 ફાયર ફાઈટર તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા.

રેસ્ક્યૂ ઓપરેશન અને કાર્યવાહી

ફાયર બ્રિગેડના કાફલાએ શરૂઆતમાં બેંકના આગળના ભાગમાં પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. જોકે, થોડી મિનિટો બાદ અંદરથી ફરી જ્વાળાઓ દેખાતા ફાયર ફાયટરોએ કટરની મદદથી બેંકનું શટર તોડ્યું અને અંદર પ્રવેશ કર્યો હતો. જે બાદ અંદરના ભાગે પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણપણે ઠારી હતી.

શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન

બનાવની ગંભીરતાને જોતા રાજકોટ પોલીસ વિભાગના PI તથા ACP કક્ષાના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. બેંકના ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા તેઓ પણ રાત્રીના સમયે દોડી આવ્યા હતા. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. બેંકના અધિકારીઓએ હેડ ઓફિસને આ અકસ્માત અંગે રિપોર્ટ કર્યો હતો.