Rajkot Municipal Corporation Election 2026: આગામી સમયમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવનારી છે. રાજકોટ મહાનગરપાલિકાની પણ ચૂંટણી યોજાનારી છે, જેને લઇને શહેર ભાજપ દ્વારા કમર કસી છે. સંગઠનમાં નિયુક્તિને લઇને જે નારાજગી ચર્ચાઇ રહી છે તેને મનપાની ચૂંટણી પૂર્વે ઠારવા માટે 18 પ્રભારીઓ અને 70 કારોબારી સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રુપાણીના પત્ની અંજલીબેન રૂપાણીની કારોબારી સભ્યમાં નિમણૂક કરવામાં આવી છે.
શહેર સંગઠનના માળખાની જાહેરાત બાદ નારાજગી ફેલાઇ હતી. આ નારાજગી મનપાની ચૂંટણી પહેલા શાંત થાય અને સંગઠન મજબૂત બને એ માટે ફેલાયેલી નારાજગીને શાંત કરવા અને સંગઠનને મજબૂત બનાવવા માટે શહેર પ્રમુખ દ્વારા મહત્વની નિમણૂકો કરવામાં આવી છે. જેમાં 70 કારોબારી સભ્યોમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પત્નીને સ્થાન આપવામાં આવ્યું છે, જેઓ સંગઠનમાં સક્રિય ભૂમિકા ભજવશે. કશ્યપ શુકલા, રક્ષાબેન બોળીયા અને કિરણબેન માંકડિયા જેવા જૂના અને અનુભવી ચહેરાઓને સ્થાન આપીને સંગઠનને મજબૂત બનાવવાની કોશિશ કરવામાં આવી છે. પૂજાબેન પટેલ, અશ્વિન મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા અને કિશોર રાઠોડ જેવા નેતાઓનો સમાવેશ કરાયો છે.
— BJP RAJKOT MAHANAGAR (@RajkotcityBJP) March 8, 2026
તાજેતરમાં મળેલી 15 સિનિયર આગેવાનોની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, ત્રણેય મહામંત્રીઓને વિધાનસભા બેઠક મુજબ 'ઝોન'ની જવાબદારી સોંપવામાં આવી છે.વલ્લભભાઈ દુધાત્રા પૂર્વ વિધાનસભા (બેઠક-68)લલિતભાઈ વાડોલિયા પશ્ચિમ વિધાનસભા (બેઠક-69) રાજકીય વર્તુળોમાં થતી ચર્ચા મુજબ, આ વખતે ભાજપે 'સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ'ના મંત્રને સાર્થક કરવા જૂના અને નવા કાર્યકરો વચ્ચે સમતુલા જાળવી છે.
રાજકોટ મહાનગર ભાજપ ના નવનિયુક્ત પ્રભારી શ્રીઓ ને ખૂબ ખૂબ અભિનંદન..@BJP4Gujarat pic.twitter.com/2MdzrPvagP
— BJP RAJKOT MAHANAGAR (@RajkotcityBJP) March 8, 2026
પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીને સંગઠનમાં સ્થાન આપીને રૂપાણી જૂથના સમર્થકોને પણ સાચવી લેવામાં આવ્યા છે. કારોબારી અને પ્રભારી લિસ્ટમાં પણ વિવિધ જૂથોના કાર્યકરોને સ્થાન આપીને ચૂંટણી પહેલા આંતરિક અસંતોષ દૂર કરવાનો પ્રયાસ કરાયો છે. ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે 18 વોર્ડના પ્રભારી અને 70 કારોબારી સભ્યોની ફોજ મેદાનમાં ઉતારી ભાજપે જીત માટેનો રોડમેપ તૈયાર કરી લીધો છે.
