Rajkot: ચંપકનગરમાં રૂ.1.62 કરોડની આશરે 120 કિલોગ્રામ ચાંદીની ચોરીની મોટી ઘટનાની પોલીસ ફરિયાદ બાદ અલગ અલગ 10 ટીમો આ ગુનાનો ભેદ ઉકેલવા કામે લાગી હતી. આ દરમિયાન ક્રાઈમ બ્રાંચને મહત્વની કડી મળી છે, જેના આધારે ચોરીમાં સંડોવાયેલા કેટલાક શખ્સોને હાથવેતમાં હોવાનું જાણવા મળ્યું છે.
સામાંકાઠા વિસ્તારમાં રહેતા અતુલભાઈ પટેલ નામના વેપારીના પરિચિત બિપિનભાઈના ઘરમાં ચાંદી રાખ્યું હોય, તે ચાંદીની ચોરી થઇ હતી. રાતના અંધારાનો લાભ લઈ ચોરો ઘરની અંદર ઘૂસ્યા હતા, જ્યાં 1.62 કરોડથી વધુની કિંમતના ચાંદીના દાગીના પર હાથફેરો કરી લીધો છે.
આ મામલે રાજકોટ બી ડિવિઝન પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ તેમજ LCBની 10 જેટલી ટીમોએ ત્રણ જિલ્લામાં ટીમ સંયુક્ત રીતે તમામ દિશામાં સંયુક્ત તપાસમાં મહત્વની કડી મળી છે.
રાત્રે 2 થી 2.30 વાગ્યા આસપાસ ક્રેટા કાર લઈને આવેલા તસ્કરોએ બિપિનભાઈ ઘરને ટાર્ગેટ કરી ઘરમાંથી રૂ.1.62 કરોડની આશરે 120 કિલોગ્રામ ચાંદી ચોરી ફરાર થઈ ગયા હતા. જેમાં ફરિયાદી અતુલ લિંબાભાઈ પટેલ ચાંદીના વ્યવસાય સાથે જોડાયેલા છે, તેમના પરિચિત બિપિનભાઈના મકાનમાં જે ચંપકનગરમાં આવેલી છે, ત્યાં .1.62 કરોડાની આશરે 120 કિલોગ્રામ ચાંદી રાખી હતી જે ચોરી થઇ હતી.
પોલીસે ઘટનાની ફરિયાદ નોંધી તાત્કાલિક તપાસ કરી આસપાસના વિસ્તારોના CCTV કેમેરાની ફૂટેજની ચકાસણી કરતા ફૂટેજમાં દેખાયેલ શંકાસ્પદ ક્રેટા કાર ચોરીના સ્થળથી નીકળી રાજકોટ શહેરમાં ચક્કર લગાવતી હોવાના ફૂટેજ મળ્યા હતા.
પોલીસની અલગ અલગ 10 જેટલી ટીમ દ્વારા ત્રણ જિલ્લામાં તપાસ કરી આરોપીની ઓળખ મળવી લીધી છે. જ્યારે આરોપી હાથવેતમાં હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બિપીનભાઈ અને અતુલભાઈને ત્યાં કામ કરતા કારીગરો પણ પૂછપરછ કરી હતી.
