Rajkot: શહેરના સામાકાંઠે સંત કબીર રોડ પર રહેતી અને અઢી મહિના પહેલા જ લગ્નના તાતણે બંધાયેલી પટેલ નવોઢાએ ગળફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. પ્રાથમિક તપાસમાં માનસિક તણાવના કારણે આ પગલું ભરી લીધાનું ખુલવા પામ્યુ છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ, સંત કબીર રોડ પર આવેલા કૈલેશધામ મેઇન રોડ પર મારૂતી મધર લેન્ડ સ્કૂલ પાસે રહેતી કૃપાલી રોહનભાઇ ઢોલરીયા (ઉ.વ.27) નામની પટેલ નવોઢાએ આજે સવારે પોતાના ઘરે ઉપરના માળે રૂમમાં પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
આ બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ ગાંધેર સહિતના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક કૃપાલીના અઢી મહિના પૂર્વ જ લગ્ન થાય હતા તેનો પતિ કરીયાણાની દુકાન ચલાવે છે અને માવતર ત્રંબા ગામે રહેતા હોવાનુ જાણવા મળ્યુ છે. કૃપાલી તામસી સ્વભાવની હોવાનુ અને માનસિક તણાવના કારણે આ પગલું ભરી લીધાનુ પોલીસ તપાસમાં ખુલવા પામ્યુ છે. આ બનાવથી પટેલ પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.
