Loading...

Rajkot: ‘પરમ કૃપાળુદેવ પરમ પ્રયાણ પર્વ’માં મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત, શ્રીમદ્ રાજચંદ્રજીને અર્પી ભાવભીની શ્રદ્ધાંજલિ

રાજકોટમાં શાસ્ત્રી મેદાન ખાતે આયોજિત ‘પરમ કૃપાળુદેવ પરમ પ્રયાણ પર્વ’માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

By: Jignesh ParmarEdited By: Jignesh Parmar Publish Date: Sun 05 Apr 2026 02:50 PM (IST)Updated: Sun 05 Apr 2026 02:50 PM (IST)
rajkot-cm-bhupendra-patel-attends-shrimad-rajchandraji-param-prayan-parv-in-rajkot-722124
HIGHLIGHTS
  • શ્રીમદ્ રાજચંદ્રજીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ અર્પી
  • મુખ્યમંત્રીએ ‘સુખધામ અનંત’ સંગીત આલ્બમનું વિમોચન કર્યું
  • શાસ્ત્રી મેદાન ખાતે પરમ કૃપાળુદેવ પરમ પ્રયાણ પર્વ’માં મુખ્યમંત્રીની ઉપસ્થિતિ

Rajkot News: રાજકોટમાં શાસ્ત્રી મેદાન ખાતે આયોજિત ‘પરમ કૃપાળુદેવ પરમ પ્રયાણ પર્વ’માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ પ્રસંગે શ્રીમદ્ રાજચંદ્રજીને શ્રદ્ધાંજલિ અર્પીને શ્રદ્ધાભાવ વ્યક્ત કર્યો હતો. આ તકે મુખ્યમંત્રીએ શ્રીમદ્ રાજચંદ્રજી રચિત પદો પર તૈયાર કરાયેલા ‘સુખધામ અનંત’ નામના નવા સંગીત આલ્બમનું વિમોચન કર્યું હતું.

આત્મકલ્યાણના માર્ગે આગળ વધવા સંદેશ

રાજકોટ ખાતે આયોજિત આ પર્વમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિતોને સંબોધતા કહ્યું હતું કે, શ્રીમદ્ રાજચંદ્રજીએ આપેલા આધ્યાત્મિક ગ્રંથ ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર’ના સંદેશને જીવનમાં ઉતારીને આત્મકલ્યાણના માર્ગે આગળ વધવું જોઈએ. આ જ્ઞાનના દ્રઢિકરણ માટે નિયમિત રીતે સત્સંગમાં જવાનો સંદેશ પણ તેમણે આપ્યો હતો. ઉપરાંત તેમને જણાવ્યું કે, શ્રીમદ્ રાજચંદ્રજીએ આપેલા જ્ઞાન અને સંદેશને અનુસરવાથી વ્યક્તિનું પોતાનું જીવન તો બદલાશે જ, સાથે અન્યોને પણ પ્રેરણા મળશે.

CMએ પર્વને આધ્યાત્મિક ઉન્નતિનો અવસર ગણાવ્યો

મુખ્યમંત્રીએ સંસ્થાના સંદેશનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, પરમ પ્રયાણ પર્વ એ પરમ કૃપાળુદેવની પરમ અદભુત આત્મદશાનું સ્મરણ કરીને આત્મ કલ્યાણના માર્ગે અગ્રેસર થવાનો અપૂર્વ અવસર છે. તેમણે આ પર્વને સ્મરણ નહીં પણ આત્મમંથન, સાધના અને આધ્યાત્મિક ઉન્નતિનો અવસર ગણાવ્યો હતો. આ સાથે કહ્યું હતું કે, વ્યવહારુ જીવન જીવતા જીવતાં પણ પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિ શાસ્ત્રને અનુસરવાનો પ્રયાસ કર્યો.

કાર્યક્રમમાં મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ

પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ગૂઢ આધ્યાત્મિક જ્ઞાનને સમજવામાં માનવીની શક્તિ ઓછી પડતી હોય છે. ત્યારે વધુમાં વધુ સત્સંગમાં જઈને જ્ઞાન ગ્રહણ કરવું જોઈએ. તેનાથી આત્મસાક્ષાત્કારના માર્ગમાં પ્રગતિ થતી રહે છે. આમ સત્સંગ, જ્ઞાન શ્રવણ અને આત્મજ્ઞાની મહાપુરુષોના સંગને તેમણે આધ્યાત્મિક પ્રગતિ માટે મહત્વના ગણાવ્યા હતા.

આ તકે તેમણે શ્રીમદ્ રાજચંદ્ર મિશન-ધરમપુરના સ્થાપક આચાર્ય રાકેશભાઈજી, રામકૃષ્ણ મિશન-રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી તથા બી.એ.પી.એસ.-રાજકોટના સંત અપૂર્વમુનિ સ્વામીનું સન્માન કર્યું હતું.