Junagadh Mahashivratri mela: મિની કુંભ તરીકે ઓળખાતા જૂનાગઢના મહાશિવરાત્રી મેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. યાત્રિકોને આવવા-જવામાં અગવડ ન પડે તે માટે સરકાર અને વહીવટી તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મહાશિવરાત્રીના મેળામાં જવા રાજકોટ સહિત આસપાસના 9 ડેપોમાંથી 30 ST બસો દોડાવાશે.
ST નિગમ દ્વારા ખાસ એક્શન પ્લાન
આગામી 11 ફેબ્રુઆરીથી જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રી મેળો યોજાશે. પાંચ દિવસ ચાલનારા આ વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડવાના છે. આ પાવન પર્વ નિમિત્તે શ્રદ્ધાળુઓને જૂનાગઢ જવા અને આવવા માટે ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
રાજકોટ સહિત 9 ડેપોથી ખાસ બસ સેવા
રાજકોટ ST ડિવિઝન દ્વારા મહાશિવરાત્રીના મેળા માટે ખાસ 30 એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. મુસાફરો માટે આ સુવિધા રાજકોટના મુખ્ય બસ સ્ટેન્ડ સહિત જિલ્લાના કુલ 9 ડેપો પરથી ઉપલબ્ધ થશે. જેમાં રાજકોટથી 10, વાંકાનેરથી 3 અને ગોંડલથી 8 બસની ફાળવણી કરવામાં આવી છે. જૂનાગઢથી પરત આવવા માટે પણ ભવનાથ તળેટી અને જૂનાગઢ ડેપોથી રાજકોટ માટે સતત બસો ઉપલબ્ધ રહેશે.
કયા ડેપો પરથી કેટલી બસ મળશે!
| ડેપો | બસ |
| રાજકોટ | 10 |
| વાંકાનેર | 3 |
| લીંમડી | 2 |
| સુરેન્દ્રનગર | 2 |
| ચોટીલા | 1 |
| મોરબી | 2 |
| ગોંડલ | 9 |
| જસદણ | 2 |
| કુલ | 30 |
