Patan: સુઇગામના યુવકે ગળેફાંસો ખાઈને મોતને વહાલુ કર્યું, આપઘાત પહેલા દોરડા સાથે ઉતાર્યો, પ્રેમપ્રકરણમાં પગલું ભર્યાની પોલીસની આશંકા 

પાટણ જિલ્લામાં એક યુવાને પ્રેમપ્રકરણમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની આશંકા છે. મૃત્યુ પહેલા તેણે એક વીડિયો પણ બનાવ્યો હતો, જેની પોલીસ તપાસ કરી રહી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 19 Jun 2026 11:54 AM (IST)Updated: Fri, 19 Jun 2026 11:54 AM (IST)
patan-youth-suicide-case-instagram-reel-love-affairs

Patan News: પાટણ જિલ્લામાં એક યુવાને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધાની આઘાતજનક ઘટના સામે આવી છે. રાધનપુર-વારાહી હાઈવે પર મોટી પીપળી ગામની સીમમાંથી એક યુવકનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગ્રામજનોએ તાત્કાલિક પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. મૃતદેહને નીચે ઉતારીને પીએમ અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપીને વધુની તપાસ હાથ ધરી છે.

ગળેફાસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો

મળતી વિગત અનુસાર, મૃતક યુવકની ઓળખ વાવ-થરાદ જિલ્લાના સુઇગામના મોરવાડાનો રહેવાસી વશરામ ચેલાભાઈ ઠાકોર તરીકે થઈ છે. મોટી પીપળી ગામ નજીક વિષ્ણુદેવી ઇન્ડસ્ટ્રીઝ પાસે યુવકનો લટકતો મૃતદેહ જોતાં સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે યુવકની તપાસ કરતાં તેનો મોબાઈલ મળ્યો હતો. જેમાં તેણે એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

યુવકે આપઘાત પહેલા વીડિયો ઉતાર્યો

જોકે, વીડિયો ક્યા કારણોસર બનાવવામાં આવ્યો. તેમાં શું છે તે અંગે પોલીસે કોઈ વિગતો જાહેર કરી નથી. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ શરુ કરી છે. વાયરલ વીડિયો અંગેની તપાસ કરીને પોલીસે મોત અંગેનું સચોટ કારણ જાણવાનો પ્રયાસ શરુ કર્યો છે.

પ્રેમપ્રકરણમાં આપઘાત કર્યાની આશંકા

પીઆઈ આર.બી વઘાસિયાના જણાવ્યા મુજબ, સુઇગામના મોરવડા ગામના 20 વર્ષીય યુવક વશરામ ચેલાભાઈ ઠાકોરે નાની પીપળી ગામની સીમમાં આપઘાત કર્યો છે. મૃતકે એક રીલ ઇન્સ્ટાગ્રામમાં મૂકી હતી. આ યુવક અને તેના જ ગામની એક યુવતી 20 દિવસ પહેલા ભાગી ગયા હતા. પરંતુ સમાજ દ્વારા બંનેને અલગ પાડી દેવાતા. તેણે વિરહમાં આવીને આ પગલું ભર્યાની આશંકા છે. હાલ પોલીસ પીએમ રિપોર્ટ અને બાકીના પુરાવાઓના આધારે યુવકના આપઘાતને લઈને વધુની તપાસ હાથ ધરી છે.