Loading...

ઉ.ગુ.યુનિવર્સિટીના પદવીદાનમાં દિકરીઓનો દબદબો: 150માંથી 92 છાત્રાઓને મળશે ડિગ્રી

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 10 એપ્રિલના રોજ પદવીદાન સમારોહમાં 150 વિદ્યાર્થીઓમાંથી 92 દિકરીઓને ડિગ્રી પ્રાપ્ત થશે.

By: Jignesh ParmarEdited By: Jignesh Parmar Publish Date: Sun 05 Apr 2026 01:20 PM (IST)Updated: Sun 05 Apr 2026 01:26 PM (IST)
patan-news-hemchandracharya-north-gujarat-university-convocation-92-girls-out-of-150-722071

Patan: પાટણ જિલ્લાની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 10 એપ્રિલના રોજ પદવીદાન સમારોહ યોજાવા જઈ રહ્યો છે. જે સમારોહમાં વર્ષ 2025માં અલગ અલગ વિદ્યાશાખામાં શ્રેષ્ઠ પરિણામ મેળવનારા 150 તેજસ્વી વિદ્યાર્થીઓને રાજ્યપાલના હસ્તે ડિગ્રી એનાયત કરાશે

150 વિદ્યાર્થીઓમાં 92 વિદ્યાર્થિનીઓ

આ 150 તેજસ્વી વિદ્યાર્થીઓમાંથી 61.33% જેટલી 92 વિદ્યાર્થિનીઓ છે, જ્યારે વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 58 જ છે. ખાસ કરીને એજ્યુકેશન, સોશિયલ સાયન્સ અને હ્યુમેનિટીઝ જેવા વિષયોમાં દિકરીઓ અવ્વલ રહી છે. .

જટિલ વિષયોમાં દિકરીઓ અવ્વલ

ઉ.ગુ યુનિવર્સિટીએ પસંદ કરેલા પદવીધારકોની યાદીમાં ઉચ્ચ અભ્યાસ સાથે જ રિસર્ચ ક્ષેત્રે પણ દીકરાઓ કરતાં દીકરીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ઉ.ગુ યુનિવર્સિટીના ચોંકાવનારા આંકાડા પ્રમાણે, પદવીદાનમાં શામેલ PHDના સંશોધકોમાં પણ મહિલાઓની સંખ્યા ઉલ્લેખનીય છે. અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત અને ગુજરાતી જેવા વિષયોમાં સંશોધન કરનાર 70 ટકાથી વધુ પદવીધારક મહિલા વિદ્યાર્થીઓ છે.

10 એપ્રિલે યોજાશે પદવીદાન

કાયદા અને વિજ્ઞાન જેવા સબજેક્ટ્સમાં પણ છાત્રાઓએ જટિલ વિષયો પર સંશોધન કરી ડોક્ટરેટની પદવી મેળવી છે. 10 એપ્રિલના દિવસે રાજ્યપાલના હસ્તે પદવી લેવા માટે લાઈનમાં ઊભેલી દર 10 માંથી 6 દીકરીઓ હશે.

ક્યા અભ્યાસમાં દીકરીઓ અવ્વલ રહી

  • પ્રોફેશનલ કોર્સ: લો (Law) અને હોમ સાયન્સમાં પણ દીકરીઓની ઉચ્ચ ટકાવારી રહી છે.
  • આર્ટસ & હ્યુમેનિટીઝ સબ્જેક્ટ્સ: ગુજરાતી,સંસ્કૃત અને અંગ્રેજી વિષયોમાં વિદ્યાર્થિનીઓ મોખરે રહી
  • સંશોધન (PhD): ભાષા, સામાજિક વિજ્ઞાન અને શિક્ષણમાં 70% વિદ્યાર્થીઓનું ઉંચુ સ્થાન.