Loading...

સિંગર શીતલ ઠાકોરની સ્પષ્ટતા, અમે કોઇ નિયમ નથી તોડ્યો, ડીજે પર પ્રતિબંધ છે લગ્ન ગીતો કે રાસ ગરબા પર નહીં

સમગ્ર મામલે સિંગર શીતલ ઠાકોરની સ્પષ્ટતા સામે આવી છે. શીતલ ઠાકોરે જણાવ્યું છેકે, કોરડામાં બે દિવસ પહેલા એક કાર્યક્રમ હતો. જેને લઇને સોશિયલ મીડિયામાં બે દિવસથી ખૂબ ચર્ચાઓ થઇ રહી છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 06 Feb 2026 04:14 PM (IST)Updated: Fri 06 Feb 2026 04:14 PM (IST)
gujarati-folk-singer-shital-thakor-speaks-on-raas-garba-rules-during-instagram-live-686966

Shital Thakor on Thakor Community Controversy: ઠાકોર સમાજ દ્વારા થોડા સમય પૂર્વે ઘડવામાં આવેલા નવા બંધારણમાં ડીજેના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જોકે છેલ્લા ત્રણ-ચાર દિવસથી આ નિયમને વાદ-વિવાદ સામે આવી રહ્યાં છે. ગબ્બર ઠાકોર અને અર્જૂન ઠાકોરને એક વર્ષ માટે નાત બહાર મુકવામાં આવ્યા હતા. ત્યારે હવે નવો વિવાદ સોશિયલ મીડિયામાં ઉભો થયો છે. કોરડા ગામમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં પણ બંધારણના નિયમનો ભંગ થયો હોવાના આક્ષેપ થઇ રહ્યાં છે. જેને લઇને સિંગર શીતલ ઠાકોર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોઇ નિયમનો ભંગ કરાયો નથી. માત્ર રાસ-ગરબાનું આયોજન હતું.

સિંગર શીતલ ઠાકોરે શું કરી સ્પષ્ટતા

સમગ્ર મામલે સિંગર શીતલ ઠાકોરની સ્પષ્ટતા સામે આવી છે. શીતલ ઠાકોરે જણાવ્યું છેકે, કોરડામાં બે દિવસ પહેલા એક કાર્યક્રમ હતો. જેને લઇને સોશિયલ મીડિયામાં બે દિવસથી ખૂબ ચર્ચાઓ થઇ રહી છે. જે અંગે હું સ્પષ્ટતા કરવામાં માગું છું કે ઠાકોર સમાજનું જે બંધારણ ઘડવામાં આવ્યું હતું. તેમાં ક્યાંય પર રાસ-ગરબાના પ્રોગ્રામ ન કરવા, લગ્ન ગીતનો પ્રોગ્રામ ન કરવો એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

તેમણે વધુમાં કહ્યું છેકે, બંધારણમાં ડીજે પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કોઇ જગ્યાએ રાસ ગરબા કે લગ્ન ગીતના કાર્યક્રમ ન કરવા એ અંગે બંધારણ કરવામાં આવ્યું જ નથી. એટલે અમે બંધારણનો ભંગ કર્યો નથી. આ સાથે જ તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, જે લોકો બંધારણનો ભંગ થયો હોવાની વાતો કરી રહ્યાં છે તેમણે પહેલા બંધારણને જાણવું જોઇએ અને સમજવું જોઇએ.

શું હતો સમગ્ર મામલો

પાટણના સરસ્વતી તાલુકાના કોરડા ગામમાં સરપંચ કુમકુમ ઠાકોરના લગ્ન પ્રસંગનો કાર્યક્રમ હતો. જેને લઇને સોશિયલ મીડિયામાં વિવાદ ઉભો થયો છે. લગ્ન પ્રસંગમાં ઠાકોર સમાજ દ્વારા તાજેતરમાં જે બંધારણ ઘડવામાં આવ્યું છે. તેના નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. જે અંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, લગ્ન પ્રસંગમાં સમાજના બંધારણનો ભંગ કરવામાં આવ્યો નથી.

તેમણે કહ્યું હતું કે, આ લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવામાં આવ્યું ન હતું, પરંતુ માત્ર રાસ અને ગરબાનું જ આયોજન કરવામાં આવ્યું હતું અને કલાકારની માત્ર રીધમ જ હતી. તેમજ છતાં આ સંદર્ભે સમાજના આગેવાનો એકઠા થઇશું અને જે પણ જવાબદાર હશે તેને ઠપકો આપવામાં આવશે.