Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના વડગામમાં આવેલા મુક્તેશ્વર ડેમમાંથી બે દિવસ અગાઉ એક મૃતદેહ મળ્યો હતો. હવે ફરી બીજીવાર બે મૃતદેહો મળી આવ્યા હતા. મૃતકો પૈકીનો એક યુવક કરનાળા અને બીજો યુવક વડગામનો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બંને મૃતદેહોને કબ્જે લઈને પોલીસે વધુની તપાસ હાથ ધરી છે.
બે યુવકો ડેમમાં ડૂબ્યા
મળતી માહિતી મુજબ, શુક્રવારના રોજ મુક્તેશ્વર ડ઼ેમમાંથી બે યુવકોના ડૂબી જવાથી મોત થયા હતા. જેમના મૃતદેહ મળી આવ્યા હતા. બંને મૃતદેહોની ઓળખાણ વડગામના કાળુભાઈ મદારી અન કરનાળા ગામના શ્વણનાથ મદારી તરીકે થઈ છે. ડેમમાંથી સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતા. મૃતદેહોને બહાર કાઢીને પોલીસે તેમનો કબજો લીધો હતો.
મૃતદેહોને પીએમ માટે મોકલ્યા
બંને યુવકોના મોતને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ત્યારે તેમના પરિવારને જાણ કરાતા શોકનો માહોલ વ્યાપી ગયો હતો. પોલીસે મૃતદેહોને વડગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
