Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના ડિસા તાલુકામાં એક ખેડૂતને હની ટ્રેપમાં ફસાવીને અપહરણ બાદ રુ, 5 લાખની ખંડણી માગવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે ડીસાના ખેડૂતે ગઢ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે અંગે ગઢ પોલીસે બે યુવતીઓ અને ચાર યુવકો સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી.
ખેડૂતને હની ટ્રેમાં ફસાવી અપહરણ
ખેડૂતે કરેલી ફરિયાદને આધારે, ડિસાના ખેડૂત સાથે એક યુવતીએ ફોન કરીને મિત્રતા કેળવી હતી. જે બાદ ખેડૂતને મળવા હોટેલમાં બોલાવ્યો હતો. યુવતીને મળવા માટે ખેડૂત જેવો હોટેલ ગયો ત્યાં હાજર આરોપીઓએ ખેડૂતને પકડી લીધો. બળજબરીપૂર્વક ખેડૂતને ગાડીમાં બેસાડીને અપહરણ કરી લીધું. જે બાદ તેને ધમકાવીને રુ. 5 લાખની માંગણી કરી હતી. ઉપરાંત ખેડૂત પાસેથી રુ.54 હજાર રોકડા છીનવી લીધા હોવાનો આક્ષેપ ખેડૂતે ફરિયાદમાં કર્યો હતો.
ચાર આરોપીઓને પોલીસે ઝડપ્યા
આરોપીઓએ ખેડૂતનાં અગત્યના દસ્તાવેજો પણ લઈ લીધા હતા. તેમજ બાકીના 4.50 લાખ આપવા કહ્યું અને ગંભીર પરિણામની ધમકી આપી. આથી ડરી ગયેલા ખેડૂતે ગઢ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે ગણતરીના કલાકમાં 4 આરોપીને ઝડપી લીધા હતા. આરોપીઓ મયુર સોની, તેજસ સોની, કમલેશ મોચી અને અજય પટણીને પકડી લીધા છે.
આ પણ વાંચો
આ ઘટનામાં બે યુવતીઓ કિરણ અને પૂજા ફરાર છે. જેને ઝડપી લેવા માટે પોલીસે તપાસ શરુ કરી. હાલ પોલીસે 4 આરોપીઓ પાસે પૂછપરછ કરીને ઝડપથી રિમાન્ડ મેળવવાની તજવીજ શરુ કરી છે.
