Loading...

થરાદના મોરાલી ગામે યુવક-યુવતીના મૃતદેહ લટકતી હાલતમાં મળ્યા, પોલીસ તપાસ શરૂ કરાઈ, મોતનું કારણ હજુ સુધી અકબંધ!

થરાદનાં મોરાલી ગામના જ યુવક અને યુવતીના મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યો છે.

By: Jignesh ParmarEdited By: Jignesh Parmar Publish Date: Fri 03 Apr 2026 04:27 PM (IST)Updated: Fri 03 Apr 2026 04:27 PM (IST)
banaskantha-tharad-morili-village-young-couple-dead-bodies-found-hanging-on-tree-police-investigation-720938

થરાદ તાલુકામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, મોરાલી ગામના જ યુવક અને યુવતીના મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યો છે. આ ઘટનાની જાણ થતા જ ગ્રામજનોના ઘટનાસ્થળે ઉમટ્યા હતા. તેમજ તંત્રને જાણ કરાઈ હતી.

ગ્રામજનો એકઠા થયાં

મળતી માહિતી મુજબ, , મોરીલા ગામે ગૌચર વિસ્તારમાં કેરડાના ઝાડની ડાળી સાથે યુવક અને યુવતી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. સૂમસાન વગડામાં ઝાડ પર લટકતા દ્રશ્ય જોઈને સ્થાનિકોમાં ચકચાર ફેલાઈ ગઈ હતી. તેમજ લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા.

પંચનામા પછી મૃતદેહ ઉતારવામાં આવ્યા

ઘટનાને પગલે ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે થરાદ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. કાર્યવાહીના ભાગરૂપે પોલીસે મૃતદેહોનું પંચનામું કરી, ઝાડ પરથી મૃતદેહોને ઉતારવામાં આવ્યા હતા.

પોલીસે તપાસ કાર્યવાહી શરુ કરી

પોલીસે પંચનામું કરીને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ને ઊંડી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.