Loading...

Banaskantha: પાલનપુરની કલેક્ટર કચેરી બનશે ગ્રીન બિલ્ડીંગ, રુ.60 કરોડના ખર્ચે સરકારી કચેરીને આધુનિક બનાવાશે

રાજ્યમાં પ્રથમવાર પાલનપુરની સરકારી કચેરી ગ્રીન બિલ્ડીંગ બનીને તૈયાર કરાશે.

By: Jignesh ParmarEdited By: Jignesh Parmar Publish Date: Thu 02 Apr 2026 10:28 AM (IST)Updated: Thu 02 Apr 2026 10:28 AM (IST)
banaskantha-palanpur-collector-office-green-building-60-crore-gujarat-720007
HIGHLIGHTS
  • પાલનપુરમાં કલેક્ટર કચેરી ભવનને ગ્રીન બિલ્ડીંગ બનાવાશે
  • રાજ્ય સરકારે સ્પેશિયલ કેસમાં મંજૂરી આપી
  • ગ્રીન બિલ્ડીંગ 60 કરોડના ખર્ચે 18 મહિનામાં બનીને તૈયાર થશે

Banaskantha News: ગુજરાત રાજ્યમાં પહેલીવાર બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં કલેકટર કચેરીને ગ્રીન બિલ્ડિંગ તરીકે રાજ્ય સરકાર દ્વારા સ્પેશિયલ કેસમાં મંજૂરી આપવામાં આવી છે. જ્યાં રાજ્યમાં પ્રથમવાર પાલનપુરની સરકારી કચેરી ગ્રીન બિલ્ડીંગ બનીને તૈયાર કરાશે.

કલેક્ટર કચેરીને આધુનિક બનાવાશે

અત્યાધુનિક કલેકટર કચેરીના ભવન નિર્માણને લઈને વન પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીના જણાવ્યા મુજબ, આ નવીન ભવનને ગ્રીન બિલ્ડીંગના માપદંડો અને આધુનિક સુવિધાને ધ્યાને રાખીને ડિઝાઈન કરવામાં આવ્યું છે. જેમાં રેન વોટર હાર્વેસ્ટિંગ, સોલાર રૂફટોપ, બેઝમેન્ટ પાર્કિંગ, રિસાઇકલિંગ સિસ્ટમ,ફાયર સેફ્ટી, લિફ્ટ જેવી બીજી ઘણી સુવિધાને સમાવિષ્ટ કરવામાં આવા છે.

18 મહિનામાં કામગીરી પૂર્ણ થશે

કલેકટર કચેરીનું નિર્માણ કર્યાને ઘણા વર્ષો વીતી ગયા છે. માટે સરકારે નવી કલેક્ટર કચેરીના ભવનનું નિર્માણ કરવાની મંજૂરી આપી છે.તેમજ તેનું વિધિવત્ ભૂમિપૂજન કરાયું હતું. જેને અંદાજે 18 મહિનામાં કામગીરી પૂર્ણ કરાશે. જેનું નિર્માણ માર્ગ અને મકાન વિભાગ કરશે.

નવી બિલ્ડીંગ સુવિધાઓથી યુક્ત

પાલનપુરમાં નવા કલેક્ટર કચેરી ભવનમાં હાઈટેક મીટિંગ હોલ અને કોન્ફરન્સ સુવિધાઓ જેવી આધુનિક સુવિધાઓ હશે. જેના લીધે જિલ્લાવાસીઓને વધુ ઝડપી વહીવટી સેવા મળશે. આ બિલ્ડીંગનું ડિઝાઈન આર્કિટેક્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. હાલ જે કલેક્ટર કચેરી 6 હજાર મીટરની જગ્યા પર સ્થિત છે.જ્યારે નવીન કલેક્ટર કચેરી 18,000 મીટર જગ્યાએ બનાવવાની યોજના છે.