Loading...

Banaskantha News: ડીસાના મુડેઠા ટોલ પ્લાઝા પર 1 એપ્રિલથી ભાવ વધારો, મોટા વાહનો માટે નવા દર લાગુ કરાયા

ડીસા તાલુકાના મુડેઠા ખાતેના ટોલ પ્લાઝા પર 1 એપ્રિલથી ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો છે.

By: Jignesh ParmarEdited By: Jignesh Parmar Publish Date: Wed 01 Apr 2026 01:53 PM (IST)Updated: Wed 01 Apr 2026 01:53 PM (IST)
banaskantha-news-mudetha-toll-plaza-deesa-toll-rate-increase-from-1-april-2026-719502

Banaskantha: ડીસા તાલુકાના મુડેઠા ખાતેના ટોલ પ્લાઝા પર 1 એપ્રિલથી ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો ખાસ કરીને ભારે અને મોટા વાહનો માટે અમલમાં આવ્યો છે, જ્યારે નાના વાહનોના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ટોલ પ્લાઝા પર નવા દરના બોર્ડ પણ મૂકી દેવામાં આવ્યા છે.

મુડેઠા ટોલ પ્લાઝા પર ભાવ વધારો

બનાસકાંઠાના ડીસામા આવેલ મુડેઠામાં આવેલ ટોલ પ્લાઝા પર 1 એપ્રિલથી ભાવ વધારો લાગુ કરવામાં આવેલ છે. નાના વાહનોના દરમાં કોઈ ફેરફાર કરાયો નથી.જ્યારે ભારે વાહનો માટે ભાવ વધારો અમલમાં મૂકાયો છે.

નેશનલ હાઈવે ઓથોરિટી હેઠળ દેશના ટોલનાકાઓ પર અલગ અલગ શ્રેણીના ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે. ત્યારે મુડેઠા ટોલ પર મોટા વ્હીકલ્સ માટે 5થી 20 રુપિયાનો વધારો થયો છે. જેમાં મુખ્યત્વે કોમર્શિયલ વ્હીકલ્સ,બસ,ટ્રક , થ્રી એક્શલ વ્હીકલ્સ અને મલ્ટી એક્શલ વ્હીકલ્સનો સમાવેશ થાય છે.

સર્વિસ રોડનું નિર્માણ કાર્ય નથી થયું

પાલનપુરથી સામખીયારી કચ્છ હાઈવે પર સ્થિત મુડેઠા ટોલ પ્લાઝા પર સર્વિસ રોડ નથી, માટે વાહનચાલકોને ફરજિયાત પણે ટોલ ટેક્સ ચૂકવવો પડે છે. ઉલ્લેખનીય છે કે, વર્ષોથી સર્વિસ રોડની માંગ કરવામાં આવી છે. તેમ છતાં નેશનલ હાઈવે ઓથોરિટીએ નિર્માણ કર્યું નથી.

ઉપરાંત, ડીસાના મુડેઠા અને કાંકરેજના ભલગામ ટોલનાકા વચ્ચે 35 કિમી અંતર ઓછું છે, માટે નજીકના અંતર પર આવેલા 2 ટોલનાકાઓને લીધે વાહનચાલકોને ટૂંકા ગાળામાં 2 વાર ટોલ ટેક્સ ચુકવવો પડે છે. જે વાહનચાલક પર આર્થિક બોજ વધારે છે.