Banaskantha Honeytrap: વડગામ ગ્રામ્યના આધેડ હનીટ્રેપમાં ફસાયા, દુષ્કર્મ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ. 5 લાખ પડાવ્યા

બ્યુટીપાર્લર ચલાવતી ભૂમિએ ફોન થકી આધેડને જાળમાં ફસાવી મળવા બોલાવ્યા. કારમાં બેસાડીને પરાણે કપડા ઉતરાવ્યા, ત્યાં જ નકલી પોલીસ ત્રાટકી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 18 Jun 2026 08:55 PM (IST)Updated: Thu, 18 Jun 2026 08:55 PM (IST)
banaskantha-news-man-in-man-from-vadgam-village-got-trapped-in-a-honeytrap
HIGHLIGHTS
  • રૂ. 15 લાખની ખંડણી માંગતા આધેડે હિંમત ભેગી કરી પોલીસ પાસે મદદ માંગી


Banaskantha Honeytrap: બનાસકાંઠા જિલ્લામાં વડગામમાં હનીટ્રેપની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં આધેડને બળત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને રૂ. 5 લાખની ખંડણી વસૂલવામાં આવી હતી. આ મામલે આધેડની ફરિયાદના આધારે પોલીસે


બ્યુટી પાર્લર ચલાવતી ભૂમિએ પ્લાનિંગ પ્રમાણે આધેડને મળવા બોલાવ્યા બાદ ખેલ શરૂ કર્યો

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, વડગામના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એક આધેડને છાપીમાં બ્યૂટી પાર્લર ધરાવતી ભૂમિ નામની યુવતીએ મોબાઈલ પર વાતચીત કરીને નિકટકતા કેળવી હતી. આધેડ પોતાની પ્રેમજાળમાં ફસાઈ જતાં ભૂમિએ પોતાના સાગરિતો સાથે પોતાનો અસલી રંગ દેખાડ્યો હતો.

 

 

ભૂમિએ મળવા બોલાવતા આધેડ પોતાની કાર લઈને છાપી પહોંચ્યા હતા. જ્યાં ભૂમિ યુવકની કારમાં બેસી ગયા હતા. તેમની કાર બાવલચૂડી ગોચરમાં અવાવરું જગ્યામાં પહોંચતા જ ભૂમિએ આધેડના કપડા ઉતરાવ્યા હતા.

આ સમયે અચાનક એક કારમાં ત્રણ ઈસમો ધસી આવ્યા હતા, જેમણે પોતાની ઓળખ પાલનપુર LCBમાંથી આવતા હોવાની આપીને આધેડને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની અને જેલ ભેગા કરવાની ધમકી આપીને બચવા માટે રૂ.15 લાખની ખંડણી માંગી હતી. આથી બદનામીની બીકે આધેડે 5 લાખ રૂપિયા આપી દીધા હતા.

આમ છતાં આ ટોળકી વધારે પૈસા માટે સતત બ્લેકમેઈલિંગ કરતાં આખરે આધેડે હિંમત ભેગી કરીને વડગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસના અંતે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓ પૈકી એક પત્રકાર અને બીજો પૂર્વ સરપંચ હોવાનું માલૂમ પડ્યું છે. જ્યારે યુવતી ફરાર હોવાથી તેની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.