Loading...

Navsari: જગદીશ વિશ્વકર્માનો નવસારી પ્રવાસ, ઉનાઇ માતાના દર્શન કર્યા; ડાંગમાં સંગઠનાત્મક બેઠક યોજી

પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હાલ ત્રિદિવસીય સંગઠનાત્મક પ્રવાસ પર છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sun 15 Mar 2026 10:20 AM (IST)Updated: Sun 15 Mar 2026 10:20 AM (IST)
jagdish-vishwakarma-navsari-and-dang-visit-darshan-of-unai-mata-708473
HIGHLIGHTS
  • દક્ષિણ ગુજરાત પ્રવાસે જગદીશ વિશ્વકર્મા
  • વાંસદામાં ઉનાઇ માતાના દર્શન કર્યા  
  • ડાંગમાં સંગઠનાત્મક બેઠકનું આયોજન

Jagdish Vishwakarma South Gujarat Tour: ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હાલ દક્ષિણ ગુજરાત પ્રવાસે છે. આ પ્રવાસ અંતર્ગત જગદીશ વિશ્વકર્માએ નવસારી અને ડાંગ જિલ્લાની મહત્વપૂર્ણ મુલાકાત લીધી છે. આ પ્રવાસ દરમિયાન તેમણે ધાર્મિક દર્શનથી લઈને સંગઠનાત્મક બેઠકો અને સામાજિક કાર્યમાં હાજરી આપી હતી.

વાંસદા ખાતે આદ્યશક્તિ ઉનાઈ માતાના દર્શન

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ગત રોજ નવસારી જિલ્લાના વાંસદા ખાતે બિરાજમાન આદ્યશક્તિ ઉનાઇ માતાના મંદિરે વિશેષ મુલાકાત લીધી હતી. તેમણે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી અને માતાજીની પૂજા-અર્ચના કરી હતી. આ પ્રસંગે તેમણે સૌ નાગરિકોની સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.

ડાંગમાં સાથે 'પરિચય બેઠક' અને માર્ગદર્શન

નવસારીની મુલાકાત બાદ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ડાંગ જિલ્લાની મુલાકાત લીધી હતી. ડાંગ જિલ્લામાં આજે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જિલ્લા ભાજપા સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે 'પરિચય બેઠક' યોજી હતી. આ બેઠક દરમિયાન તેમણે કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ સાધ્યો અને વિવિધ સંગઠનાત્મક વિષયો પર વિસ્તૃત ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

વિદ્યાર્થીઓ સાથે સંવાદ અને વૃક્ષારોપણ

ડાંગ જિલ્લાના આ પ્રવાસ દરમિયાન પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પિંપરી સ્થિત રામ શબરી છાત્રાલયની પણ મુલાકાત લીધી હતી. તેમણે છાત્રાલયના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીને તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. આ સામાજિક મુલાકાત દરમિયાન જગદીશ વિશ્વકર્માના હસ્તે વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું અને તેઓ એક વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ સહભાગી થયા હતા.

સંગઠનના અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા

આ સમગ્ર પ્રવાસ અને કાર્યક્રમો દરમિયાન રાજ્ય સરકારના મંત્રી નરેશ પટેલ, જયરામ ગામીત, પ્રદેશ ભાજપ મહામંત્રી ડૉ. પ્રશાંત કોરાટ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલ, સાંસદ ધવલ પટેલ અને જિલ્લા ભાજપ અધ્યક્ષ કિશોર ગાવિંત સહિત સંગઠનના અનેક પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.