Loading...

Navsari News: નવસારીમાં ગરમીનું રૌદ્ર સ્વરૂપ: ડામરના રસ્તા ઓગળ્યા, ચપ્પલ ચોંટતા રાહદારીઓ ફસાયા

શહેરના ટાઉન પોલીસ ચોકીથી ટાટા સ્કૂલ તરફ જતો મુખ્ય માર્ગ ધગધગતી ગરમીમાં ઓગળવા લાગતા રાહદારીઓના ચપ્પલ પણ ચોટી ગયા હતા.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Mon 09 Mar 2026 11:56 PM (IST)Updated: Mon 09 Mar 2026 11:56 PM (IST)
heatwave-in-navsari-asphalt-roads-melted-pedestrians-trapped-with-sticky-slippers-705653

Navsari News: રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીએ પોતાનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. દક્ષિણ ગુજરાતના નવસારી શહેરમાં ગરમીએ એવી આફત સર્જી છે કે રસ્તાઓ પર ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. શહેરના ટાઉન પોલીસ ચોકીથી ટાટા સ્કૂલ તરફ જતો મુખ્ય માર્ગ ધગધગતી ગરમીમાં ઓગળવા લાગતા રાહદારીઓના ચપ્પલ પણ ચોટી ગયા હતા.

રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઇ છે ત્યાં જ ગરમીથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે. નવસારીમાં ટાઉન પોલીસ ચોકીથી ટાટા સ્કૂલ તરફ જતો મુખ્ય માર્ગ રસ્તો એટલી હદે ઓગળ્યો હતો કે તેના પરથી પસાર થતા રાહદારીઓના ચપ્પલ અને બૂટ ગુંદરની જેમ ડામરમાં ચોંટી ગયા હતા. અનેક લોકો રસ્તાની વચ્ચે જ ફસાઈ ગયા હતા.

સ્થિતિ એટલી ગંભીર બની હતી કે અન્ય લોકોએ ફસાયેલા વડીલો અને બાળકોને ઉંચકીને રસ્તો ક્રોસ કરાવવો પડ્યો હતો. વાહનચાલકોના ટાયર પણ લપસવા લાગતા અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે.

માત્ર 40 ડિગ્રીથી ઓછા તાપમાનમાં રસ્તો ઓગળી જતાં સ્થાનિક રહીશોમાં નવસારી નગરપાલિકા (NMC) સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો સામાન્ય ગરમીમાં રસ્તાની આ હાલત હોય, તો જ્યારે પારો 45 ડિગ્રી વટાવશે ત્યારે શહેરની શું હાલત થશે? તેવો પ્રશ્ન નાગરિકો ઉઠાવી રહ્યા છે.