Narmada: આગામી સમયમાં રાજકીય ગતિવિધિઓને વેગ આપવા માટે નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સંગઠનાત્મક નિમણૂંકોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ મોવડી મંડળ સાથેની ચર્ચા-વિચારણા બાદ જિલ્લા પ્રમુખ નીલકુમાર રાવ દ્વારા વિવિધ મોરચા અને હોદ્દેદારોના નામ જાહેર કરાયા છે.
ઉપપ્રમુખ: મહેશભાઈ તડવી, હરેશભાઈ વસાવા, દિનેશભાઈ દેસાઈ સહિત કુલ 8 સભ્યોની નિમણૂંક.
મહામંત્રી: શ્રવણભાઈ તડવી, હિતેશભાઈ વસાવા અને આશિષભાઈ પટેલને મહત્વની જવાબદારી સોંપાઈ છે.
મંત્રી: યાદીમાં જીગીશાબેન ભટ્ટ, શ્રેયસભાઈ પરમાર અને સુમંત્રાબેન વસાવા સહિત 8 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કોષાધ્યક્ષ: મુકેશભાઈ ચિમનભાઈ પટેલ.
કાર્યાલય મંત્રી: યતિનકુમાર રામુભાઈ નાયક.
મોરચાના પ્રમુખો અને ટીમો
યુવા, મહિલા અને કિસાન મોરચામાં પણ નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે:
યુવા મોરચા: પ્રમુખ તરીકે દવે મહેન્દ્ર જનકભાઈની વરણી.
મહિલા મોરચા: પ્રમુખ તરીકે તડવી શીતલબેન અમીશચંદ્રભાઈ જવાબદારી સંભાળશે.
કિસાન મોરચા: પ્રમુખ તરીકે પટેલ નિકુંજભાઈ જયંતિભાઈની પસંદગી.
બક્ષીપંચ (OBC) મોરચા: ડૉ. ધવલભાઈ ખુમાનસિંહ પટેલ પ્રમુખ બન્યા છે.
અનુસૂચિત જાતિ (SC) મોરચા: સોલંકી અમિતકુમાર કનુભાઈ પ્રમુખ પદે.
અનુસૂચિત જનજાતિ (ST) મોરચા: રાજુભાઈ હિમંતભાઈ વસાવાને પ્રમુખ બનાવાયા છે.
લઘુમતી મોરચા: રાઠોડ સાદિક અયુબખાન પ્રમુખ તરીકે સેવા આપશે.
સોશિયલ મીડિયા અને આઈ.ટી. વિભાગ
આધુનિક સમયની જરૂરિયાત મુજબ આઈ.ટી. અને મીડિયા સેલને પણ મજબૂત કરવામાં આવ્યું છે, જેમાં દર્શનકુમાર જોશીને સોશિયલ મીડિયા વિભાગ અને રાજેશભાઈ ચૌહાણને મીડિયા વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.
આ નવી નિમણૂંકોથી નર્મદા જિલ્લામાં ભાજપના સંગઠનને નવી ઉર્જા મળશે અને પક્ષની કામગીરી છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં સરળતા રહેશે તેવો વિશ્વાસ પક્ષ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.
