Kheda: ખેડામાં આવક વેરા વિભાગે ગરીબ ફેરિયાને 19 કરોડની નોટિસ ફટકારતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, ખેડાનાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના વડાબજાર વિસ્તારમાં રમકડાનો ધંધો કરતા અને ભાડાનાં ઘરમાં રહેતા વેપારીને આવક વેરા વિભાગે 19 કરોડથી વધુની નોટિસ ફટકારી છે.
ફેરિયાને IT વિભાગની નોટિસ
યુવકના જણાવ્યા મુજબ, યસ બેંકના ખાતાની લેવડદેવડને લઈને તેને નોટિસ અપાઈ છે. તેમજ યુવકનું તે ખાતુ નથી. પોતાના પરિવારનું માંડ ગુજરાન ચલાવતાં ગરીબ ફેરિયા ચિરાગભાઈ ભૈયાના બેંક ખાતામાં 19 કરોડ ઉપરાંતનો અસ્પષ્ટ નાણાંકીય વ્યવહાર થયો હોવાનું આવકવેરા વિભાગની નજરમાં આવ્યું છે. જેથી આવક વેરા વિભાગે નોટીસ ફટકારી છે
યસ બેન્કમાંથી કરોડોના વ્યવહાર
યસ બેંકમાં ખાતું ધરાવતા કરદાતાના બેંક ખાતામાં રૂ. 11,86 કરોડ અને 7 કરોડ જમા કરવામાં આવ્યા હતા. આ રકમ રિલોકેશન સોફ્ટવેર, ટેલેન્ટબીટ પ્રા.લિ સોફ્ટવેર, એડિકા સોફ્ટવેર તરફથી પ્રાપ્ત થયા છે.
આવક વેરા વિભાગના ધ્યાને આવ્યું
આવક વેરા વિભાગે એ પણ નોંધ્યુ કે, કે,એ. વાય. 2022-23 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કર્યું ન હતું. પરિણામે, બે આ નાણાંકીય વ્યવહાર અસ્પષ્ટ રહે છે. માટે જરુરી ડોક્યુમેન્ટસ સાથે યસ બેન્કના ખાતામાં કુલ રુ.11.86 કરોડ બેન્ક ક્રેડિટસ્ જમા કરવાની સૂચના આપવામાં આવી છે.
