Loading...

Nadiad News: ખેડામાં આવનારી ચૂંટણીઓનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર, 26 એપ્રિલના રોજ 14 લાખ મતદાતાઓ કરશે મતદાન

ખેડામા આવનારી જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની સામાન્ય તેમજ પેટા ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે.

By: Jignesh ParmarEdited By: Jignesh Parmar Publish Date: Thu 02 Apr 2026 03:06 PM (IST)Updated: Thu 02 Apr 2026 03:21 PM (IST)
kheda-local-body-elections-2026-schedule-declared-voting-14-lakh-voters-26-april-720207

Nadiad: ખેડામા આવનારી જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની સામાન્ય તેમજ પેટા ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે. નડિયાદ સ્થિત કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપવામાં આવી હતી. જ્યાં આવનારી ચૂંટણીઓમાં 26 એપ્રિલના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે, ત્યારે અંદાજે 14 લાખથી વધારે મતદારો મતદાન કરશે

26 એપ્રિલના રોજ મતદાન

રાજ્ય ચૂંટણી આયોગે જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર, જિલ્લામાં ચૂંટણી આચારસંહિતાનો અમલ શરૂ થયો છે. 1 એપ્રિલના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થશે અને ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ જશે. જેમાં ઉમેદવારો 11 એપ્રિલ સુધી પોતાના નામાંકન પત્રો ભરી શકશે.

ત્યારબાદ 13 એપ્રિલના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે તેમજ 15 એપ્રિલે નામ પરત ખેંચાશે. 26 એપ્રિલે સવારે 7 થી સાંજના 5 વાગ્યા સુધી મતદાન કામગીરી યોજાશે.પછી 28 એપ્રિલે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે અને પરિણામો જાહેર કરવામાં આવશે.

જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી

ખેડામાં કુલ 42 બેઠકો માટે જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે માતર, નડિયાદ, મહેમદાવાદ, ખેડા, મહુધા, વસો, ઠાસરા, સહિતની કુલ 9 તાલુકા પંચાયતોની 176 બેઠકો માટે પણ મતદાન પ્રક્રિયા યોજાશે.

નડિયાદ મનપા અને 4 નગરપાલિકાઓની ચૂંટણી

નડિયાદ મહાનગરપાલિકાના 13 વોર્ડ અને કઠલાલ, કપડવંજ,ઠાસરા અને કણજરી કુલ 4 નગરપાલિકાઓના 25 વોર્ડ માટે સામાન્ય ચૂંટણીનું આયોજન કરાયું છે. ત્યારે મહેમદાવાદ નગરપાલિકાના વોર્ડ નંબર 1 અને 5 તથા મહુધા નગરપાલિકાના વોર્ડ નંબર 5 ની ખાલી પડેલી બેઠકો માટે પેટા ચૂંટણી પણ આ જ દિવસે યોજાવવાની છે.