Morbi Mayor: ગત મહિને યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજ્યની 15 મહાનગર પાલિકામાં ભાજપનો પ્રચંડ વિજય થયો હતો. જે બાદ ભાજપ દ્વારા આજે તમામ મનપાઓમાં તબક્કાવાર મેયર, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત મોરબી મહાનગરપાલિકામાં મેયર અને ડેપ્યુટી મેયર પદમાં ભાજપે નવા ચહેરાઓને તક આપીને સૌ કોઈને ચોંકાવી દીધા છે.
મેયર પદ માટે ઉત્તમ સુરાણીની પસંદગી, ધારાસભ્યએ શુભકામના પાઠવી
આજે મોરબીના ડેપ્યૂટી કમિશનર સંજય સોનીની અધ્યક્ષતામાં મનપાના ચૂંટાયેલા સભ્યોની પ્રથમ બેઠક મળી હતી. જેમાં ભાજપના ચૂંટાયેલા તમામ 52 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પ્રથમ અઢી વર્ષ માટે મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો
આ ચૂંટણીમાં મોરબી મહાનગર પાલિકાના વોર્ડ નંબર 8માંથી જીતીને નગર સેવક બનેલા 26 વર્ષીય ઉત્તમ સુરાણીની મેયર પદે નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે જયંતી પડસુંભિયા, શાસક પક્ષના નેતા તરીકે અર્પિતાબા જાડેજા, દંડક તરીકે જયેશ દેસાઈની વરણી કરવામાં આવી છે.
મોરબીના નવનિયુક્ત મેયર ઉત્તર સુરાણી BSC કેમેસ્ટ્રી સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ છેલ્લા બે વર્ષથી સિવિલ સર્વિસની પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છે. ઉત્તમ સુરાણી ભાજપની વિચારધારા સાથે વર્ષોથી જોડાયેલા છે. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ તમામ નવનિયુક્ત હોદ્દેદારોને હાર્દિક શુભકામના પાઠવી હતી.
