Loading...

યુક્રેનમાં ફસાયેલા સાહિલે એક વર્ષે કરી માતા સાથે વાત, 18 મિનિટના કોલમાં 10 મિનિટ સુધી માત્ર આંસુ વહ્યા

સાહિલ માજોઠી મોરબીનો યુવક છે અને રશિયામાં અભ્યાસ માટે ગયો હતો. જોકે, બાદમાં તે એક ગુનામાં ફસાતા જેલમાં સજા કાપી રહ્યો હતો.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Tue 06 Jan 2026 12:24 PM (IST)Updated: Tue 06 Jan 2026 12:24 PM (IST)
morbi-young-boy-sahil-war-prisoner-in-ukraine-spoke-to-mother-after-a-year-668962
HIGHLIGHTS
  • સાહિલ માજોઠીએ એક વર્ષે માતા સાથે વાત કરી
  • યુદ્ધ કેદી તરીકે યુક્રેનમાં ફસાયો છે મોરબીનો યુવાન 
  • એડવોકેટ દીપા જોસેફે સાહિલની મુલાકાત કરી હતી

Sahil Majothi war prisoner in Ukraine: રશિયા-યુક્રેન યુદ્ધની ભયાનકતા વચ્ચે ફસાયેલા મોરબીના યુવાન સાહિલ માજોઠી અને તેના પરિવાર માટે આખરે રાહતના સમાચાર આવ્યા છે. છેલ્લા એક વર્ષથી રશિયાની જેલ અને ત્યારબાદ યુદ્ધના ખૌફનાક ઓસાયા હેઠળ જીવી રહેલા સાહિલે લાંબા સમય બાદ તેના પરિવાર સાથે વીડિયો કોલ મારફતે વાતચીત કરી હતી.

સાહિલે એક વર્ષ બાદ કરી માતા સાથે વાત

સાહિલે મોરબીમાં રહેતી તેની માતા હસીનાબેન સાથે વોટ્સએપ વીડિયો કોલ પર વાત કરી હતી. એક વર્ષના લાંબા વિરહ બાદ પુત્રનો ચહેરો જોઈને માતાની આંખો છલકાઈ ગઈ હતી. અંદાજે 18 મિનિટ ચાલેલી આ વાતચીતમાં પ્રથમ 10 મિનિટ સુધી તો બંને પક્ષે માત્ર મૌન અને આંસુ જ હતા. માતા અને પુત્ર બંને શબ્દો બોલી શકવાની સ્થિતિમાં નહોતા, જે દ્રશ્ય જોઈ ત્યાં હાજર તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.

આ પણ વાંચો: મારી મદદ કરો…અભ્યાસ માટે રશિયા ગયો હતો મોરબીનો યુવક, ખોટા કેસમાં ફસાવી સેનામાં ભરતી કરાયો

એડવોકેટ દીપા જોસેફની મદદથી મુલાકાત શક્ય બની

આ સમગ્ર મામલામાં સુપ્રીમ કોર્ટના જાણીતા એડવોકેટ અને સામાજિક કાર્યકર દીપા જોસેફની ભૂમિકા મહત્વની રહી છે. દીપા જોસેફ જાતે યુક્રેન પહોંચ્યા હતા અને ત્યાં જઈને સાહિલ માજોઠીની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. તેમણે જ સાહિલની તેના પરિવાર સાથે વાતચીત કરવાની વ્યવસ્થા કરી આપી હતી.

સાહિલે વીડિયો કોલ દરમિયાન પરિવારને જણાવ્યું હતું કે તેની તબિયત સારી છે અને તેને જમવાનું પણ યોગ્ય રીતે મળી રહ્યું છે. માતા સિવાય તેણે ઘરના તમામ સભ્યો સાથે વાત કરીને ખબર-અંતર પૂછ્યા હતા.