Morbi: કિસાન કોંગ્રેસની ખેડૂતોના હક્કની લડતને સમર્થન આપવા લોકોને હાકલ, જગતના તાતને ન્યાય માટે 3 દિવસ અખંડ દીવો પ્રગટાવવા અપીલ

અખંડ દીવો પવિત્ર જગ્યાએ મૂકીને ખેડૂતોની લડાઈને બળ મળે અને સરકારને સદ્દબુદ્ધિ મળે તેવી પ્રાર્થના કરતો વીડિયો બનાવો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 13 Jun 2026 06:01 PM (IST)Updated: Sat, 13 Jun 2026 06:01 PM (IST)
morbi-news-kisan-congress-calls-on-the-people-of-gujarat-to-support-the-fight-for-farmers-rights
HIGHLIGHTS
  • પોલીસને આગળ કરીને ખેડૂતોનું ગળું દબાવવામાં આવી રહ્યું છે: કિસાન કોંગ્રેસ

Morbi: મોરબીમાં ખેડૂતોની સંમતિ અને યોગ્ય વળતર ચૂકવ્યા વિના ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેતરોમાં વીજપૉલ ઉભા કરવાની કામગીરી સામે ખેડૂતોનો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. એવામાં કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ દ્વારા લોકોને ખેડૂતોના સમર્થનમાં આવવા અપીલ કરવામાં આવી છે.

ખેડૂતોના સમર્થનમાં 13 થી 15 જૂન અખંડ દીવો પ્રગટાવો

આ અંગે વિગતો આપતા કિસાન કોંગ્રેસના પાલભાઈ આંબલિયાએ જણાવ્યું કે, ખેડૂતો પરસેવો પાડે છે, ત્યારે દેશના નાગરિકોની થાળીમાં અનાજ આવે છે. જો ખેડૂતો નહીં હોય, તો રોટલી કોમ્પ્યુટરમાંથી ડાઉનલોડ નહીં થાય.

આજે પોલીસને આગળ કરીને એજ ખેડૂતોનું ગળું દબાવવામાં આવી રહ્યું છે. ગુજરાતની પોલીસ ખેડૂત બહેનોને ઢસડે છે, તેમની ઉપર લાઠી ચાર્જ કરી રહી છે.

જગતના તાતને ન્યાય મળે તે માટે પ્રાર્થના કરો

આથી અમારી કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ દ્વારા વીજ લાઈનના પ્રશ્ને 13 થી 15 જૂન સુધી ગુજરાતમાં ટ્રેક્ટર યાત્રા કરવામાં આવી રહી છે. જેમાં ગુજરાતનો કોઈ પણ નાગરિક સમર્થન કરી શકે છે.

જો તમારાથી શક્ય હોય, તો તમે રેલીમાં જોડાવ. જો રેલીમાં ના જોડાઈ શકતાં હોવ, તો ખેડૂતોના સમર્થનમાં લખી, બોલીને તમારો વીડિયો મૂકો. જો આમ પણ ના થાય, તો આ ત્રણ દિવસ સુધી તમારા ઘરમાં એક અખંડ દીવો કરો. આ અખંડ દીવો જ્યારે તમે કોઈ પવિત્ર જગ્યાએ મૂકો. આ સાથે જ ખેડૂતોની લડાઈને ખેડૂતોની લડાઈને બળ મળે અને સરકારને સદ્દબુદ્ધિ મળે તેના માટે હું વીડિયો બનાવું છે. આ દીવડો અહીંયા મૂકી પાર્થના કરું છું કે, મારા જગતના તાતને ન્યાય મળે.

ગુજરાતના તમામ ભાઈઓ બહેનો સાંજે 13 તારીખે એક વીડિયો બનાવીને મૂકે 14 તારીખે મૂકે અને દીવડો પ્રગટાવે એવી આપ સૌ પાસેથી ગુજરાતના ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે. અમને આશા છે કે, તમે ખાધું છે તો ખેડૂતનું ઋણ 100 ટકા ચૂકવશો. જય જવાન કિસાન જય જગત.