Morbi News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે તેજ બન્યો છે. ભાજપ અને આમ આદમી પાર્ટી બાદ હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC) દ્વારા મહાનગરપાલિકાઓ માટે ઉમેદવારોના નામની પ્રથમ યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. પક્ષે વ્યૂહાત્મક રીતે જે વોર્ડમાં વિવાદ ઓછો હતો, ત્યાં વહેલા ઉમેદવારો જાહેર કરીને પ્રચારમાં લીડ લેવાનો પ્રયાસ કર્યો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દ્વારા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર અને મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.
યાદીનું વિશ્લેષણ: કયા શહેરમાં કેટલા ઉમેદવારો?
કોંગ્રેસે આ વખતે વહેલી પસંદગી કરીને ભાજપ સામે પ્રચારમાં સરસાઈ મેળવવાનો વ્યૂહ અપનાવ્યો છે. શહેરવાર જાહેર થયેલા નામોની સંખ્યા નીચે મુજબ છે.
- અમદાવાદ (AMC): સૌથી વધુ 93 ઉમેદવારો
- રાજકોટ (RMC): 40 ઉમેદવારો
- સુરત (SMC): 26 ઉમેદવારો
- ભાવનગર (BMC): 25 ઉમેદવારો
- મોરબી (Newly Formed MC): 23 ઉમેદવારો
- જામનગર (JMC): 18 ઉમેદવારો
- વડોદરા (VMC): 18 ઉમેદવારો
કોંગ્રેસે મોરબી માટે 23 ઉમેદવારો જાહેર કર્યા છે. પક્ષે આ વખતે એવા વોર્ડ પર ધ્યાન આપ્યું છે જ્યાં ઉમેદવારોની પસંદગીમાં કોઈ આંતરિક ખેંચતાણ નહોતી. મોરબી નગરપાલિકાની આગામી ચૂંટણી માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. મોરબીની કુલ 52 બેઠકોમાંથી અત્યાર સુધીમાં 23 ઉમેદવારોના નામ ફાઈનલ કરવામાં આવ્યા છે. મોરબીમાં પણ પક્ષપલટો રોકવા માટે હાઈકમાન્ડ દ્વારા દરેક ઉમેદવાર પાસેથી કાયદેસરનું બાહેધરી પત્રક લેવામાં આવ્યું છે. યાદીમાં કેટલાક જૂના અને અનુભવી કાર્યકરોની સાથે નવા અને યુવા ચહેરાઓને પણ સ્થાન આપીને સમીકરણો બેલેન્સ કરવાનો પ્રયાસ કરાયો છે.
મોરબીના કોંગ્રેસના ઉમેદવારોની સંપૂર્ણ યાદી જુઓ


ચૂંટણી કાર્યક્રમ પર એક નજર
- જાહેરનામું: 6 એપ્રિલ, 2026
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 11 એપ્રિલ, 2026
- મતદાન: 26 એપ્રિલ, 2026 (સવારે 7 થી સાંજે 6)
- પરિણામ: 28 એપ્રિલ, 2026
