Loading...

Gujarat Local Body Elections 2026: જામનગર મહાનગરપાલિકા માટે કોંગ્રેસના ઉમેદવારોનું લિસ્ટ આઉટ, જુઓ કોને મળી ટિકિટ?

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દ્વારા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર અને મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.

By: Jignesh TrivediEdited By: Jignesh Trivedi Publish Date: Sun 05 Apr 2026 10:51 PM (IST)Updated: Mon 06 Apr 2026 02:35 AM (IST)
gujarat-local-body-elections-2026-list-of-congress-candidates-for-jamnagar-municipal-corporation-out-see-who-got-the-ticket-722410
HIGHLIGHTS
  • કોંગ્રેસે જામનગરમાં આક્રમક રણનીતિ અપનાવી છે
  • જાહેર થયેલા 18 નામોમાંથી માત્ર 3 ઉમેદવારોને જ રિપીટ કરવામાં આવ્યા

Jamnagar News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે તેજ બન્યો છે. ભાજપ અને આમ આદમી પાર્ટી બાદ હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC) દ્વારા મહાનગરપાલિકાઓ માટે ઉમેદવારોના નામની પ્રથમ યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. પક્ષે વ્યૂહાત્મક રીતે જે વોર્ડમાં વિવાદ ઓછો હતો, ત્યાં વહેલા ઉમેદવારો જાહેર કરીને પ્રચારમાં લીડ લેવાનો પ્રયાસ કર્યો છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દ્વારા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર અને મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.

યાદીનું વિશ્લેષણ: કયા શહેરમાં કેટલા ઉમેદવારો?

કોંગ્રેસે આ વખતે વહેલી પસંદગી કરીને ભાજપ સામે પ્રચારમાં સરસાઈ મેળવવાનો વ્યૂહ અપનાવ્યો છે. શહેરવાર જાહેર થયેલા નામોની સંખ્યા નીચે મુજબ છે.

  • અમદાવાદ (AMC): સૌથી વધુ 93 ઉમેદવારો
  • રાજકોટ (RMC): 40 ઉમેદવારો
  • સુરત (SMC): 26 ઉમેદવારો
  • ભાવનગર (BMC): 25 ઉમેદવારો
  • મોરબી (Newly Formed MC): 23 ઉમેદવારો
  • જામનગર (JMC): 18 ઉમેદવારો
  • વડોદરા (VMC): 18 ઉમેદવારો

કોંગ્રેસે જામનગરમાં આક્રમક રણનીતિ અપનાવી છે. જાહેર થયેલા 18 નામોમાંથી માત્ર 3 ઉમેદવારોને જ રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના તમામ નવા અને યુવા ચહેરાઓને તક આપવામાં આવી છે. યુથ કોંગ્રેસના પ્રમુખ મહિપાલસિંહ જાડેજાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ સિવાય પક્ષના નિષ્ઠાવાન કાર્યકરો અને સ્થાનિક સ્તરે મજબૂત પકડ ધરાવતા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. અન્ય શહેરોની જેમ જામનગરમાં પણ પક્ષપલટો રોકવા માટે દરેક ઉમેદવાર પાસેથી કાયદેસરનું બાહેધરી પત્રક લેવામાં આવ્યું છે.

જામનગરના કોંગ્રેસના ઉમેદવારોની સંપૂર્ણ યાદી જુઓ

ચૂંટણી કાર્યક્રમ પર એક નજર

  • જાહેરનામું: 6 એપ્રિલ, 2026
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 11 એપ્રિલ, 2026
  • મતદાન: 26 એપ્રિલ, 2026 (સવારે 7 થી સાંજે 6)
  • પરિણામ: 28 એપ્રિલ, 2026