મહેસાણામાં સગીરા દુષ્કર્મનો ભોગ બની: આરોપી સામે એટ્રોસિટી અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો

મહેસાણામાં 17 વર્ષીય સગીરા પર દુષ્કર્મની ચોંકાવનારી ઘટના બની. પિતાની ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે આરોપી અજીત દેવીપૂજક સામે ગુનો નોંધ્યો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 17 Jun 2026 11:30 AM (IST)Updated: Wed, 17 Jun 2026 11:30 AM (IST)
mehsana-minor-girl-rape-case-pocso-atrocity-act-registered-against-accused

Mehsana News: મહેસાણા શહેરમાં એક સગીરા પર દુષ્કર્મની ચૌંકાવનારી ઘટના સામે આવી છે. જે અંગે સગીરાના પિતાએ મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગંભીર ફરિયાદ દાખલ કરી છે. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા પિતાની ફરિયાદને આધારે આરોપી શખ્સ સામે ફરિયાદ દાખલ કરી છે.

સગીરાને વાતોની જાળમાં ફસાવી

મળતી વિગત અનુસાર, મહેસાણામાં સગીરાના પિતા પાન-મસાલાની દુકાન ચલાવતા હતા. ત્યાં બેચરાજીનો એક શખ્સ અજિત દેવીપૂજક અવારનવાર પાન-મસાલા લેવા આવતો. દુકાનમાં સગીરા રહેતી. આ દરમિયાન શખ્સે સગીરા સાથે મિત્રતા કેળવીને તેને ફોસલાવી હતી. જ્યારે 17 વર્ષીય સગીરા બાથરુમ જવા માટે ભમરિયા નાળા પાસે નીકળી હતી.

આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું

આરોપી શખ્સે સગીરા સાથે બદઇરાદથી સ્પર્શીને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. તેમજ જો આ બાબતે કોઇને જાણ કરશે તો તેના પરિવારને જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી. ઉપરાંત આરોપીએ ફરિયાદીના ભાઈને પણ ફોનમાં જાનથી મારી નાખવાની ધમકી આપી.

આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરાયો

આ મામલે પીડિતાના પિતાએ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.ત્યારે મહેસાણા પોલીસે આરોપી અજિત દેવીપૂજક સામે BNSની કલમો, પોક્સો, એટ્રોસિટી સહિતની કલમો લગાવીને તપાસ હાથ ધરી છે. તેમજ તેને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.