Loading...

કડીમાં કાળજુ કંપાવતી ઘટના: જેસીબીએ કચડતા 2 માસૂમના કરુણ મોત, 10 કલાક મૃતદેહો પાસે બેસી જનેતાનો કારમો વલોપાત

મહેસાણાનાં કડી-કલ્યાણપુરા રોડ પર મોડી રાત્રે જેસીબી મશીન ફરી વળતા 2 બાળકોના મોત થયાની ઘટના સામે આવી છે. જ્યાં માતા 10 કલાક મૃતદેહ પાસે બેસી રહી હતી.

By: Jignesh ParmarEdited By: Jignesh Parmar Publish Date: Thu 02 Apr 2026 04:00 PM (IST)Updated: Thu 02 Apr 2026 04:01 PM (IST)
mehsana-kadi-kalyanpura-road-jcb-accident-two-children-death-ews-720267

મહેસાણાનાં કડી-કલ્યાણપુરા રોડ પર મોડી રાત્રે કરુણ અકસ્માત સર્જાયો હતો. મળતી વિગતો મુજબ, રોડ-રસ્તા નિર્માણ કરનાર મજૂરોના 2 બાળકો પર JCB મશીન ફરી વળ્યાની દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં બંનેનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું.

એમપીના પરિવારના 2 બાળકોના મોત

મળતી વિગતો મુજબ,છેલ્લા ચાર મહિનાથી કડી-કલ્યાણપુરા રોડ પર RCC રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ગત મોડી રાત્રે JCB ચાલક કપચીનો માલ નાખવા માટે રોડ પર રિવર્સ લઈ રહ્યો હતો. તે સમયે રસ્તા કિનારે સૂતા મધ્યપ્રદેશના મજૂર પરિવારના બે સગા ભાઈઓ JCB ચાલકને દેખાયા નહીં જેથી મશીન તેમના પર ફરી વળતા દુર્ઘટના સર્જાઈ હતી. ત્યાર પછી માતા તેના દિકરાઓના મૃતદેહ પાસે 2.30 વાગ્યાથી હજુ ઘટના સ્થળે બેઠેલી હતી.

બપોરે 1:30 કલાકે બંને મૃતદેહોનો પોલીસે કબજો મેળવ્યો હતો અને પીએમ માટે કડીના કુંડાળ સિવિલ હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી આદરી છે.

કડી પોલીસનો કાફલો પહોંચ્યો

ગંભીર દુર્ઘટનામાં બંને બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટનાની જાણ થતાં જ કડી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. ઘટનાને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે.

અકસ્માતમાં બંને ભાઈઓના મોત

કડીમાં નાની કડી નર્મદા કેનાલની પાસે આવેલા રાધે હોટલની પાછળ કોન્ટ્રાક્ટરના પ્લાન્ટમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અલ્કેશ મોહનભાઈ બાભનીયાના બંને દીકરાઓ હાર્દિક ( 2 વર્ષ) અને કાલિક ( 4 વર્ષ)ના સ્થળ ઉપર જ કરુણ મોત થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.