Loading...

ઊંઝા ઉમિયા મંદિરે ભક્તોનું ઘોડાપુર, ચૈત્રી પૂનમે માતાજીના દર્શન માટે ભક્તોની લાંબી કતારો લાગી

શ્રી ઉમિયા માતાજીના મંદિરે ચૈત્રી પૂનમને લઈને દૂર દૂરથી ભક્તો માતાના દર્શને ઉમટ્યા

By: Jignesh ParmarEdited By: Jignesh Parmar Publish Date: Thu 02 Apr 2026 12:32 PM (IST)Updated: Thu 02 Apr 2026 12:32 PM (IST)
mehasana-umiya-mata-mandir-unjha-chaitri-poonam-devotees-mata-darshan-gujarat-720116

Mehsana: ઊંઝા ખાતે શ્રી ઉમિયા માતાજીના મંદિરે ચૈત્રી પૂનમને લઈને દૂર દૂરથી ભક્તો માતાના દર્શને ઉમટ્યા હતા. આજે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટતા નિજ મંદિર સંકુલ ખાતે દર્શન કરવા માટે લાંબી કતારો જોવા મળી હતી.

ભક્તોએ માતાનો જયકાર બોલાવ્યો

માતાના દર્શન કરવા પગપાળા સંઘો ઉમિયા માતાજી મંદિરે આવી પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં ભક્તોએ માતાના દર્શન કર્યા હતા. ભક્તોએ 'જય માં ઉમિયા' નો જયજયકાર બોલાવ્યો હતો.

ધાર્મિક દ્રષ્ટિએ ચૈત્રી પૂનમનું મહત્વ

ત્યારે ઉલ્લેખનીય છે કે,નવ સંવત્સરની પહેલી પૂર્ણિમા ધાર્મિક દ્રષ્ટિએ અતિ મહત્વપૂર્ણ છે. આ પૂર્ણિમા મધુ પૂર્ણિમા કે ચૈત્રી પૂનમ તરીકે પણ ઓળખાય છે.

પૌરાણિક રીતે આજના દિવસે મા અંજનીના કૂખે હનુમાન દાદાનો જન્મ થયો હોવાથી આજે હનુમાન જયંતિ પણ ઉજવાય છે.ત્યારે આજે નદીમાં સ્નાન કરીને સૂર્યને જળ અર્ધ્ય અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે.

મોટી સંખ્યામાં ભક્તોની ભીડ

ચૈત્રી પૂનમના પાવન અવસરે ઊંઝાના ઉમિયા માતાજી મંદિરે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા. વહેલી સવારથી દર્શન માટે લાંબી કતારો લાગી અને મંદિર પરિસર ભક્તિમય બન્યું.