Loading...

Mehasana: યાત્રાધામ બહુચરાજીમાં ફૂડ વિભાગનું સરપ્રાઈઝ ચેકિંગ, 10 એકમોમાંથી અખાદ્ય ભોજન સામગ્રીનો નાશ

મહેસાણામાં યાત્રાધામ બહુચરાજી ખાતે ચૈત્રી પૂનમના મેળામાં શ્રદ્ધાળુઓને સારો ખોરાક મળે તે હેતુંથી જિલ્લા ફૂડ વિભાગે ચેકિંગ કર્યું હતું.

By: Jignesh ParmarEdited By: Jignesh Parmar Publish Date: Fri 03 Apr 2026 12:10 PM (IST)Updated: Fri 03 Apr 2026 12:26 PM (IST)
mehasana-surprise-checking-food-department-bahucharaji-inedible-food-destroyed-10-units-720742
HIGHLIGHTS
  • બહુચરાજીની બજારમાં જિલ્લા ફૂડ વિભાગે ચેકિંગ કર્યું
  • 57 પેઢીઓ પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયું
  • 27 ખાદ્ય પદાર્થોને લેબોરેટરીમાં મોકલાયા

Mehasana News: સુપ્રસિધ્ધ બહુચરાજી ખાતે ચૈત્રી પૂનમનાં મેળામાં માતાના દર્શન કરવા માઈભક્તોનો મહાસાગર ઉમટી પડે છે. ત્યારે ત્રિદિવસીય લોકમેળામાં શ્રદ્ધાળુઓનો સારુ ભોજન મળી રહે અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને મહેસાણા જિલ્લા ફૂડ અધિકારીઓની ટીમે બહુચરાજી યાત્રાધામ ખાતે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું.

57 પેઢીઓ પર ચેકિંગ કરાયું

યાત્રાધામ બહુચરાજી ખાતે ધમધમતા ખાણીપીણી બજારમાં મીઠાઈ, ફરસાણ, મિલ્ક પ્રોડક્ટ, ખાદ્યતેલ, નાસ્તા, હોટલો, મંદિરના ભોજનાલયમાં, હંગામી ફૂડ સ્ટોલ સહિતની કુલ 57 પેઢીઓ પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

10 પેઢીઓમાં અખાદ્ય પદાર્થોનો નાશ કરાયો

કુલ 27 ખાદ્યપદાર્થોના સેમ્પલ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલાયા હોવાનું જિલ્લા ફૂડ અધિકારીએ જણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ,બેચરાજીની બજારમાં 10 પેઢીઓમાં પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ જણાતી ખાદ્યસામગ્રીઓનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો છે.

દુકાનનું નામનાશ કરેલો જથ્થો
મેલડી કૃપા નાસ્તા હાઉસ એન્ડ ટી સ્ટોલબળેલું તેલ-3 લીટર, મિક્સ ભજીયા-3 કિલોગ્રામ
સંતોષ પાંઉભાજી-ભેળ પકોડી સેન્ટરપાણીપુરીનો મસાલો-500 ગ્રામ, લાલ ચટણી-2 કિલોગ્રામ
બજરંગ શેરડી રસકેરી રસ- 5 કિલોગ્રામ.
કુળદેવી ખમણ હાઉસ મોતીચુર લાડુ-2 કિલોગ્રામ , કઢી-દોઢ લીટર, જલેબી-1 કિગ્રા.
બહુચર નાસ્તા હાઉસગોટા- 1 કિલોગ્રામ
મા ઉમિયા ખોડલ કાઠિયાવાડી રેસ્ટોરન્ટબટાકા- અઢી કિલો
જય અંબે પકોડી સેન્ટરઅખાદ્ય ચટણી લીલી- 1 લીટર
જનતા નાસ્તા એન્ડ જ્યુસ સેન્ટરસમોસા-12 નંગ (છાપામાં રાખેલાં)
સરસ્વતી પાણીપુરી સેન્ટરકલરવાળું પાણી-25 લીટર
આલુ પરાઠા સેન્ટરબટાકા- 2 કિગ્રા