Loading...

Junagadh News: ગિરનાર રોપ-વેના વાર્ષિક મેઈન્ટેનન્સને લઈને નિર્ણય, 12થી 18 એપ્રિલ સુધી સેવા બંધ રહેશે, 19થી સેવા શરૂ થશે

જૂનાગઢમાં ગિરનાર રોપ-વેની વાર્ષિક મેઈન્ટેનન્સ કામગીરીને કારણે 12 એપ્રિલથી 18 એપ્રિલ 2026 સુધી સતત 7 દિવસ સેવા બંધ રહેશે

By: Jignesh ParmarEdited By: Jignesh Parmar Publish Date: Wed 01 Apr 2026 12:16 PM (IST)Updated: Wed 01 Apr 2026 12:16 PM (IST)
junagadh-news-girnar-ropeway-closed-12-to-18-april-2026-maintenance-719425
HIGHLIGHTS
  • ગિરનાર રોપ-વેની વાર્ષિક મેઈન્ટેનન્સ માટે 7 દિવસ સેવા બંધ
  • 12 એપ્રિલથી 18 એપ્રિલ 2026 સુધી રોપ-વેની કામગીરી બંધ
  • તા.19 એપ્રિલના રોજ સવારથી જ રોપ-વે સેવા શરુ કરી દેવાશે

Girnar Ropeway closed: સુપ્રસિદ્ધ ગિરનાર પર્વત પર આવતા યાત્રિકો માટે એક અગત્યના સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢમાં આધુનિક ગિરનાર રોપ-વેની સેવાઓ આગામી એપ્રિલ મહિનામાં સતત સાત દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય રોપ-વેની વાર્ષિક મેઈન્ટેનન્સની કામગીરીને પગલે લેવામાં આવ્યો છે. જેથી ભવિષ્યમાં મુસાફરોની સુરક્ષા જળવાઈ રહે માટે નિર્ણય લેવામાં આવ્યો છે.

રોપ-વે કામગીરી સ્થગિત

ગિરનાર રોપ-વેનું સંચાલન કરતી સંસ્થા ઉષા બ્રેકો લિમિ઼ટેડે તેમી સત્તાવાર યાદી જાહેર કરીને જણાવેલ છે કે, આગામી 12 એપ્રિલથી 18 એપ્રિલ 2026 સુધી રોપ-વેની કામગીરી બંધ કરવામાં આવી છે.

રોપ-વે મેઈન્ટેન્સને લઈને નિર્ણય

આ સમયગાળામાં રોપ-વેના ટેક્નિકલ પાસાઓની ચીવટતાપૂર્વક તપાસ કરાશે. તેમજ દર વર્ષે આવી મેઈન્ટેનન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. જે પર્યટતોની સુરક્ષા માટે જરુરી છે.

સાત દિવસ શ્રદ્ધાળુઓએ ડુંગર ચડવો પડશે

ગિરનાર પર્વત પર માતા અંબેના દર્શનાર્થે હજારો શ્રદ્ધાળુઓ ઉમટે છે. જેમાં બાળકો, વૃદ્ધો અને દિવ્યાંગ લોકો માટે રોપ-વે આશીર્વાદ રુપ છે. રોપ-વે શરુ થતા જ અંબાજી સુધી પહોંચવાનો સમય અને શ્રમમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે 7 દિવસ સુધી સેવા બંધ રહેવાને લીધે જે યાત્રાળુઓએ જૂનાગઢ ફરવાનો પ્લાન કર્યો હોય તેમને મુસાફરીમાં ફેરફાર કરવો પડશે.નહીં તો પગથિયા ચઢવા પડશે.

19 એપ્રિલથી સેવા પુનઃ શરૂ કરાશે

રોપ-વે મેનેજમેન્ટે સ્પષ્ટતા કરી છે કે, મેઈન્ટેનન્સ કામગીરી પૂર્ણ થા પછી તા.19 એપ્રિલના રોજ સવારથી જ રોપ-વે સેવા શરુ કરી દેવાશે. ટેકનિકલ ટીમ દ્વારા આ સાત દિવસમાં તમામ ટ્રોલી અને સેન્સરનું પણ બારીકાઈથી પરીક્ષણ કરવામાં આવશે.