APMC Junagadh Market Yard Bhav Today 03 April 2026 (જૂનાગઢ માર્કેટ યાર્ડ ના ભાવ): જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ( જૂનાગઢ APMC) દ્વારા 03 એપ્રિલ 2026ના દૈનિક બજાર ભાવ જણાવવામાં આવ્યા છે. આ ભાવ પ્રતિ 20 કિલો દીઠ છે. બજારમાં કાચી કેરીની આવક સાથે તેના ભાવ પ્રતિ 20 કિલોના રૂ. 1200 થી રૂ. 3000 રૂપિયા સુધી નોંધાયા છે.
અન્ય ફળોમાં સફરજન 2500 થી 3000 રૂપિયા અને દ્રાક્ષ 1200 થી 1600 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યા છે. ગરમીની સિઝનના ફળોની વાત કરીએ તો, ટેટી 200 થી 400 રૂપિયા અને ચીકુ 100 થી 300 રૂપિયામાં ઉપલબ્ધ છે, જ્યારે તરબૂચ પ્રતિ 20 કિલોના 100 થી 200 રૂપિયાના ભાવ સાથે બજારમાં સૌથી સસ્તું ફળ સાબિત થયું છે. અનાનસ, મોસંબી અને જામફળના ભાવમાં પણ સ્થિરતા જોવા મળી છે.