Loading...

Jamnagar: હીરજી મિસ્ત્રી રોડ પર ખાનગી બસમાં લાગી આગ, મોડી રાત્રે અફરાતફરી મચી

હીરજી મિસ્ત્રી રોડ પર ઉદ્યોગનગર વિસ્તારમાં ગત રાત્રે આગનો બનાવ બન્યો હતો, જેમાં ખાનગી બસ બળીને ખાખ થઈ હતી.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sun 25 Jan 2026 11:23 AM (IST)Updated: Sun 25 Jan 2026 11:23 AM (IST)
jamnagar-private-bus-fire-while-parked-in-udyognagar-area-on-hirji-mistry-road-679411
HIGHLIGHTS
  • જામનગરના ઉદ્યોગનગર વિસ્તારમાં બન્યો આગનો બનાવ
  • ગતરાત્રે એક ખાનગી બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી
  • ફાયરબ્રિગેડના જવાનોએ આગ બુજાવી, જાનહાનિ થઈ નથી

Jamnagar bus fire: ગતરાત્રે જામનગરમાં એક ખાનગી બસમાં આગ લાગ્યાનો બનાવ બન્યો હતો. શહેરના હીરજી મિસ્ત્રી રોડ પર ઉદ્યોગનગર વિસ્તારમાં આગનો બનાવ બન્યો હતો. અહીં સ્ટાર લાઈન નામની એક બસ ઊભી હતી, ત્યારે અચાનક તેમાં આગ ભભૂકી ઉઠી હતી. બસમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

ખાનગી બસમાં લાગી ભીષણ આગ

આ અંગે મળતી વિગત અનુસાર, જામનગરના હીરજી મિસ્ત્રી રોડ પર ઉદ્યોગનગર વિસ્તારમાં ઉભેલી એક ખાનગી બસમાં રાત્રીના સમયે ભીષણ આગ લાગી હતી. સ્ટાર લાઈન નામની આ બસમાંથી ધુમાડા અને આગની પ્રચંડ જ્વાળાઓ દેખાતા લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. 

ફાયરબ્રિગેડના જવાનોએ આગ બુજાવી

ઘટનાની જાણ થતાં જ જામનગર ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ આગને કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયર બ્રિગેડની ગાડી વડે કૂલિંગ કરીને આગને સંપૂર્ણપણે ઓલવી હતી. સદનસીબે, આ ઘટના રાત્રીના સમયે બની હતી અને બસ સ્થિર હાલતમાં હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી.

જાનહાની થઈ નથી, બસ બળીને ખાખ થઈ

બસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, અને તેની તપાસ શરૂ કરવામાં આવી છે. આગનો ભોગ બનેલી બસનો નંબર GJ 10 TV 8482 છે. આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. જોકે, બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.