VIDEO: જામનગરમાં વજનદાર LED હોર્ડિંગ ગેટ ધરાશાયી, બાઈક સવાર સહેજમાં બચ્યો; શ્વાસ થંભી જાય તેવી ઘટના CCTVમાં કેદ

ભારે પવન ફૂંકાવાના કારણે રોડ પર એડવર્ટાઈઝિંગ માટે મૂકેલ એલ્યુમિનિયમનો LED હોર્ડિંગ ગેટ અચાનક તૂટીને રોડ પર પટકાયો. બપોરનો સમય હોવાથી મોટી જાનહાનિ ટળી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 31 May 2026 05:44 PM (IST)Updated: Sun, 31 May 2026 05:44 PM (IST)
jamnagar-news-led-hoarding-gate-collapes-on-road-bike-rider-safe-caught-in-cctv-footage
HIGHLIGHTS
  • જામનગરના વ્યસ્ત ગણાતા રણજીતસાગર રોડ પરની ઘટનાનો વીડિયો વાયરલ

Jamnagar Video Viral: ગુજરાતીમાં એક કહેવત છે 'રામ રાખે તેને કોણ ચાખે', અર્થાત જેના પર ઈશ્વરની કૃપા હોય તેનો વાળ પણ વાંકો નથી થતો. આ કહેવત જામનગર શહેરમાં સાર્થક થઈ છે. જેમાં શહેરના રણજીતસાગર રોડ પર એક યુવક મોતને હાથતાળી આપીને નીકળી ગયો છે. આ સમગ્ર ઘટના નજીકના CCTVમાં કેદ થઈ ગઈ હતી, જે હવે વાયરલ થઈ રહી છે.

બાઈક ચાલકનો ચમત્કારિક બચાવ

હકીકતમાં ગઈકાલે જામનગર શહેરમાં ભારે પવન ફૂંકાયો હતો. આ સમયે શહેરના સૌથી વ્યસ્ત ગણાતા રણજીતસાગર રોડ પર વજનદાર એલ્યુમિનિયમનો LED હોર્ડિંગ ગેટ અચાનક જ ધરાશાયી થઈને નીચે પટકાયો હતો. આ સમયે નીચેથી એક બાઈક સવાર યુવક પસાર થઈ રહ્યો હતો.

જો કે યુવક જેવો સહેજ આગળ નીકળે છે, તે સાથે જ તોતિંગ ગેટ રોડ પર પટકાય છે. આ ઘટનાના પગલે રોડની બન્ને બાજુનો વાહનવ્યહાર ઠપ્પ થઈ ગયો હતો, જેના પરિણામે ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી.

— Gujarati Jagran (@gujaratijagran) May 31, 2026

આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં આગની માફક વાયરલ થઈ રહ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, જો હોર્ડિંગ એક સેકન્ડ વહેલું પડ્યું હોત, તો નીચેથી પસાર થઈ રહેલા યુવકનું આવી બન્યું હોત. સદ્દનસીબે બપોરનો સમય હોવાથી મોટાભાગે વ્યસ્ત રહેતા રણજીતસાગર રોડ પર ટ્રાફિક ઓછો હતો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ છે.

બીજી તરફ આ બાબતની જાણ થતાં ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જેમણે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને હોર્ડિંગના કાટમાળને રોડ પરથી હટાવીને વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો.