Loading...

જામનગરમાં 'વ્હાઈટ હાઉસ'ના 72 ગેરકાયદેસર રુમ પર બુલડોઝર કાર્યવાહી, IG નિર્લિપ્ત રાયની મુલાકાત બાદ તંત્રે લીધું એક્શન

જામનગર શહેરના વોર્ડ નંબર 12 વિસ્તારમાં આઈજીના નિરીક્ષણ કર્યાના 2 કલાકમાં જ તંત્રે કડક કાર્યવાહી કરી

By: Jignesh ParmarEdited By: Jignesh Parmar Publish Date: Thu 26 Mar 2026 12:10 PM (IST)Updated: Thu 26 Mar 2026 12:10 PM (IST)
jamnagar-news-72-illegal-rooms-demolished-in-jamnagar-action-taken-after-ig-nirlipt-rai-visit-715672
HIGHLIGHTS
  • 72 ગેરકાયદેસર રૂમો પર બુલડોઝર ફેરવી દેવાયું
  • આઈજી નિર્લિપ્ત રાયે વોર્ડ નં.12ના વિસ્તારોની મુલાકાત લીધી
  • પોલીસ વિભાગે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો

Jamnagar: રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની જામનગરમાં નિમણૂક પછી પોલીસ વિભાગ સક્રિય થયું છે. જામનગર શહેરના વોર્ડ નંબર 12 વિસ્તારમાં આઈજીના નિરીક્ષણ કર્યાના 2 કલાકમાં જ તંત્રે કડક કાર્યવાહી કરી છે. પટ્ટણી વાડ વિસ્તારનાં ખાટકીવાડ પાસે વ્હાઇટ હાઉસમાં બનેલા 72 ગેરકાયદેસર રૂમો પર બુલડોઝર ફેરવી દેવાયુંર ફેરવી દેવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

ગેરકાયદેસર રુમો તોડી પડાયા

આઈજી નિર્લિપ્ત રાય દ્વારા વોર્ડ નં.12ના અલગ અલગ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતમાં તેમણે સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી. નિરીક્ષણ દરમિયાન ગેરકાયદેસર બાંધકામોની વિગતો જણાતાં, તેમણે ત્વરિત કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.

વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સક્રિય બન્યું

આઈજી નિર્લિપ્ત રાયના આદેશ બાદ, જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સક્રિય બન્યું હતું. વહિવટી તંત્ર દ્વારા ફક્ત 2 જ કલાકમાં જ ગેરકાયદેસર રુમોને તોડી પાડવાની કામગીરી શરુ કરી દેવામાં આવી હતી.