Impact of the storm: જામનગર જિલ્લાના સંચાણાના દરિયાકાંઠે આવેલા ભયાનક વાવાઝોડાને લીધે માછીમારોની હાલત દયનીય બની ગઈ છે. અંદાજિત 50થી 60 માછીમારોની હોડીઓને મોટું નુકસાન થયું છે. જેના લીધે માછીમારોની રોજીરોટી પર ગંભીર અસર થઈ છે.
વાવાઝોડામાં માછીમારોને ગંભીર નુકસાન
સંચાણામાં આવેલા ભયાનક વાવાઝોડા અંગે તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય કસમ કકલના જણાવ્યું કે, સાડા ત્રણ અને ચાર વાગ્યાના રોજ બપોરે ભયાનક વાવાઝોડું આવ્યું હતું. જેના લીધે માછીમારોની બોટને ભયાનક નુકસાન થયું હતું. ઘણી ખરી બોટો તૂટી જતા બિનઉપયોગી બની ગઇ છે.
યોગ્ય વળતરની માંગણી કરી
માજી ધારાસભ્યે વધુમાં વિગતો આપી કે, વાવાઝોડું આવ્યું હતું. જે મામલે હજુ સુધી મત્સ્ય વિભાગના કોઈ પણ અધિકારી સ્થળ પર આવ્યા નથી કે નિરીક્ષણ કર્યું. તો તેમણે સરકારને વિનંતી કરી હતી કે અધિકારીઓ રુબરુ આવીને નુકસાનીનું સર્વે કરીને યોગ્ય વળતર આપે.
વાવાઝોડામાં જે માછીમારોને નુકસાન થયું છે. તેમને માટે યોગ્ય વળતરની માંગણી કરી છે. જેનાંથી માછીમારોને આર્થિક સહાય મળે તો તે પોતાનો વ્યવસાય શરુ કરી શકે તે અંગે જણાવ્યું હતું.
