Jag Vasant LPG Carrier at Vadinar Port: ગુજરાતમાં ગેસ પુરવઠાની સાંકળને અવિરત અને વિશ્વસનીય રીતે જાળવી રાખવા માટે એક મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દીનદયાળ પોર્ટ ઓથોરિટી (DPA) કંડલાના વાડીનાર ટર્મિનલ ખાતે 47,180 મેટ્રિક ટન LPG લઈને આવતું જહાજ MT જગ વસંત પહોંચ્યું છે.
વાડીનાર પહોંચ્યું 'જગ વસંત' LPG જહાજ
દીનદયાળ પોર્ટ ઓથોરિટીના PRO દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, 47,180 મેટ્રિક ટન LPG (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ) લઈને આવતું માતૃ જહાજ 'MT જગ વસંત' (MT Jag Vasant) હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થઈને શુક્રવારે રાત્રે 8:30 વાગ્યે ગુજરાતના જામનગર ખાતે આવેલા વાડીનાર પોર્ટ પર આવી પહોંચ્યું છે.
#WATCH | MT Jag Vasant arrives at DPA Kandla's Vadinar Terminal (Jamnagar, Gujarat) with 47,000 MT of LPG, set for Ship-to-Ship (STS) transfer at anchorage. Maintaining resilience & reliability for un-interrupted energy supply chain.
— ANI (@ANI) March 28, 2026
(Source: Deendayal Port Authority Kandla) pic.twitter.com/aelhMDbxyp
15 કલાક લાંબી શિપ-ટુ-શિપ (STS) પ્રક્રિયા
દીનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેન સુશીલ કુમાર સિંહે આ ઓપરેશન વિશે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, જહાજનું એન્કરેજ (anchorage) પર જ શિપ-ટુ-શિપ ટ્રાન્સફર કરવામાં આવશે. આ પ્રક્રિયા માટે 'જગ વસંત'નું સહાયક જહાજ (Daughter Vessel) 'રોઝ ગેસ' (Rose Gas) પણ આજે સવારે 7:30 વાગ્યે વાડીનારમાં આવી પહોંચ્યું છે.
આ પણ વાંચો
#WATCH | Kachchh, Gujarat: Sushil Kumar Singh, Chairman of Deendayal Port Authority (DPA), says, "A vessel, MT Jag Vasant, carrying 47,180 metric tons of LPG, arrived in Vadinar last night. Its daughter vessel, Rose Gas, arrived in Vadinar at 7:30 this morning. A ship-to-ship… https://t.co/eknlRURy7F pic.twitter.com/FcU7dbzIgu
— ANI (@ANI) March 28, 2026
આ કામગીરી હેઠળ, માતૃ જહાજમાં રહેલા 47,180 મેટ્રિક ટન LPG માંથી 17,100 મેટ્રિક ટન જેટલો ગેસ સહાયક જહાજ 'રોઝ ગેસ' માં લોડ કરવામાં આવશે. આ શિપ-ટુ-શિપ ટ્રાન્સફર ઓપરેશનમાં અંદાજે 15 કલાકનો સમય લાગશે, અને તે આવતી કાલ રવિવારે સવાર સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.
આ પણ વાંચો: ભારત માટે રાહતના સમાચાર: સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરી રહ્યા છે ઓઈલના 2 જહાજ, ભારતીય નૌસેના એલર્ટ પર
ગેસ ટ્રાન્સફર બાદ ક્યાં જશે આ જહાજ?
સફળતાપૂર્વક ગેસનું ટ્રાન્સફર થઈ ગયા બાદ, સહાયક જહાજ 'રોઝ ગેસ' કંડલા પોર્ટ પર જશે. જ્યારે માતૃ જહાજ 'જગ વસંત' બાકીનો LPG નો જથ્થો લઈને મુંબઈ પોર્ટ અને ન્યુ મેંગલોર પોર્ટ તરફ આગળની સફર ખેડશે. દેશમાં LPG સપ્લાય ચેનને અવિરત ચાલુ રાખવા માટે વાડીનાર ટર્મિનલ પર ચાલી રહેલી આ કામગીરી લોજિસ્ટિક્સ અને પોર્ટ મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
