Jamnagar News: જામનગર શહેરમાં ધો.12ની વિદ્યાર્થિની પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. જામનગરમાં ધો.12ની પરિક્ષા આપવા જતી વિદ્યાર્થિની પર એક મહિલા પોલીસકર્મીના પતિએ દુષ્કર્મ આચર્યાનું જાણવા મળ્યું હતું. મહિલા કર્મીના પતિએ વિદ્યાર્થિનીના ભાઈને મારી નાખવાની ધમકી આપીને ઓવરબ્રિજ નીચે કારમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ તેને છોડીને નાસી ગયો હતો.
વિદ્યાર્થિનીને આરોપી કારમાં બેસાડી
પ્રાપ્ત માહિતી મુજબ, જામનગરના ગ્રામ્ય વિસ્તારની એક વિદ્યાર્થિની ધોરણ 12ની પરિક્ષા આપવા માટે શહેરમાં આવતી હતી. તે દરમિયાન ગત 16 માર્ચે વિદ્યાર્થિની પરિક્ષા આપવા માટે આવી હતી. ત્યાં પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા અને મહિલા પોલીસ કર્મચારીના પતિ ભરત બામરોટિયા કાર લઈને આવ્યો હતો.
આરોપીએ બળજબરીપૂર્વક કૃત્ય આચર્યું
વિદ્યાર્થિની કારમાં બેસાડીને વિદ્યાર્થિનીને સ્કૂલમાં મૂકી જવાના બહાને નવા ઓવરબ્રિજ નીચે લઈ ગયો હતો. જ્યાં તેણે કારના કાળા કાચ હોવાથી તેને બંધ કરી દીધા હતા. જે બાદ વિદ્યાર્થિનીના ભાઈને મારી નાખવાની ધમકી આપીને બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.
વિદ્યાર્થિનીએ ઘટના માતાને જણાવી
વિદ્યાર્થિનીએ ઘરે આવીને સમગ્ર ઘટના તેની માતાને જણાવી હતી. ત્યારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને આરોપીને જેલ હવાલે કર્યો છે.તેમજ વધુની કાર્યવાહી કરી છે.
