Vantara Visit: US પ્રેસિડન્ટ ટ્રમ્પની દીકરી ટીફની અને જમાઈ 'વનતારા'થી જામનગર જવા રવાના, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે એરપોર્ટ પહોંચ્યા

હાઈ-પ્રોફાઈલ મહેમાનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વનતારાથી લઈને એરપોર્ટ સુધીના સમગ્ર રૂટ પર પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 02 Jun 2026 06:50 PM (IST)Updated: Tue, 02 Jun 2026 07:06 PM (IST)
jamanagar-news-us-president-donald-trump-daughter-tiffany-vantara-visit
HIGHLIGHTS
  • ટીફની ટ્રમ્પ અને માઈકલ બોલોસની મુલાકાતને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક

Vantara Visit: જામનગરના રિલાયન્સ 'વનતારા'ની મુલાકાત પૂર્ણ કર્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ટીફની ટ્રમ્પ અને તેમના પતિ માઇકલ બોલોસ આજે જામનગર એરપોર્ટ પહોંચ્યા હતા. વનતારાની મુલાકાત બાદ તેમના પ્રવાસને લઈને સુરક્ષા એજન્સીઓ ખાસ સતર્ક જોવા મળી હતી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

રિલાયન્સ વનતારાની ભવ્ય મુલાકાત બાદ ટીફની ટ્રમ્પ અને તેમના પતિ માઇકલ બોલોસ જામનગર એરપોર્ટ માટે રવાના થયા હતા. હાઈ-પ્રોફાઈલ મહેમાનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વનતારાથી લઈને એરપોર્ટ સુધીના સમગ્ર રૂટ પર પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ખાસ સુરક્ષા કાફલા વચ્ચે બંને વિદેશી મહેમાનો સુરક્ષિત રીતે જામનગર એરપોર્ટ પહોંચ્યા હતા. ટ્રમ્પ પરિવારના આ હાઈ-પ્રોફાઈલ પ્રવાસને લઈને સ્થાનિક લોકો અને સોશિયલ મીડિયા પર પણ ખાસ ચર્ચા જોવા મળી હતી. વનતારાની યાદગાર મુલાકાત પૂર્ણ કર્યા બાદ તેઓ પોતાના આગામી ગંતવ્ય સ્થાન માટે ખાસ વિમાન દ્વારા રવાના થયા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી પતિ સાથે ભારતના પ્રવાસે

છેલ્લા કેટલાક દિવસથી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ટીફની ટ્રમ્પ પોતાના ભારત પ્રવાસે આવી છે. પોતાની અંગત મુલાકાત દરમિયાન ટીફની ટ્રમ્પે સૌ પ્રથમ દિલ્હીના અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી. જે બાદ આ કપલ આગ્રા સ્થિત તાજમહલ જોવા પહોંચ્યા હતા. આ દરમિયાન ટીફની ટ્રમ્પ સાથે પતિ માઈકલ બુલોસ, અમેરિકન રાજદૂત સર્જિયો ગૌર સહિત કેટલાક ખાસ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

પોતાની તાજ મહલ મુલાકાત દરમિયાન ટીફનીએ પોતાના અનેક ફોટો લીધા હતા. આ દરમિયાન ટીફનીએ ફ્લોરલ પ્રિન્ટ ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે પ્રિન્સેસ જેવી લાગી રહી હતી. આટલું જ નહીં, ટીફનીએ પતિ માઈકલ બોલોસ સાથે તાજમહલ પરિસરમાં આવેલ પ્રખ્યાત ડાયના બેન્ચ પર બેસીને પણ ફોટો સેશન કરાવ્યું હતુ. જેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.