ગોધરામાં મોટી દુર્ઘટના ટળી: 25,000 KV નો રેલવે વીજ કેબલ તૂટી પડ્યો, સ્થાનિકોએ લાલ કપડું લઇને ટ્રેન રોકી

આ ગંભીર પરિસ્થિતિને જોતાં સ્થાનિક તેમજ ગ્રામજનોએ સર્તકર્તા અને હિંમત બતાવી હતી. જીવના જોખમે ગ્રામજનોએ તાત્કાલિક ટ્રેનને રોકવા માટેની કામગીરી કરી હતી, જેના કારણે એક મોટી જાનહાનિ ટળી

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 15 Oct 2025 08:44 AM (IST)Updated: Wed, 15 Oct 2025 08:44 AM (IST)
major-tragedy-averted-in-godhra-25000-kv-railway-power-cable-snapped-locals-stopped-the-train-with-red-cloth

Godhra News: પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક એક મોટી દુર્ઘટના ટળી હતી. ગોધરા તાલુકાના પંડિયા પુરા ગામ નજીક આવેલા રેલવે ફાટક પાસે 25,000 KV નો હાઈ ટેન્શન રેલવે વીજ કેબલ તૂટવાની ગંભીર ઘટના બની હતી.

રેલવે કેબલ તૂટી પડ્યો

મળતી માહિતી પ્રમાણે ઉદલપુર નજીક આવેલી ભગીરથ માઇનસમાં બ્લાસ્ટ કરવામાં આવેલા હતા. આ બ્લાસ્ટના કારણે પથ્થરો ઉછળીને સીધા રેલવેના હાઈ ટેન્શન કેબલ ઉપર પડ્યા હતા, જેના કારણે 25,000 KV જીવંત વીજ પ્રવાહ વાળી લાઇનનો વાયર તૂટીને નીચે પડી ગયો હતો.

સ્થાનિકોએ ટ્રેન રોકી

આ ગંભીર પરિસ્થિતિને જોતાં સ્થાનિક તેમજ ગ્રામજનોએ સર્તકર્તા અને હિંમત બતાવી હતી. જીવના જોખમે ગ્રામજનોએ તાત્કાલિક ટ્રેનને રોકવા માટેની કામગીરી કરી હતી, જેના કારણે એક મોટી જાનહાનિ ટળી હતી.

રેલ વ્યવહાર ખોરવાયો

આ ગંભીર ઘટનાને કારણે ગોધરા-આણંદ સેક્શન વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાઇ જવા પામ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ તેમજ રેલવેના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને કેબલ રિપેરિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાને લઈને રેલવે સત્તાવાળાઓ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે.