પાકિસ્તાન જઈ આવેલા ગોધરાના બે ભાઇઓની ATS એ કરી અટકાયત, પૂછપરછ માટે અમદાવાદ લવાયા

ગોધરામાં ATS ની ટીમે પશ્ચિમ વિસ્તારમાં રહેતા બે ઉસ્માની ભાઇઓ સહિત ત્રણની અટકાયત કરી હતી. પૂછપરછ બાદ તેમને અમદાવાદ લઈ જવામાં આવ્યા છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Thu, 19 Dec 2024 09:22 AM (IST)Updated: Thu, 19 Dec 2024 09:22 AM (IST)
ats-detained-two-brothers-who-went-to-pakistan-from-godhra-brought-to-ahmedabad-for-questioning
HIGHLIGHTS
  • બે ઉસ્માની ભાઇઓ સહિત ત્રણની અટકાયત
  • પ્રસંગમાં પાકિસ્તાન ગયા હતા

Godhra News: ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં રહેતા અબ્દુલ ઉસ્માની અને મિયાઝ ઉસ્માની 2023 માં તેમના સગા પાકિસ્તાન રહેતા હોવાથી પ્રસંગમાં પાકિસ્તાન ગયા હતા. બંને પાકિસ્તાન 25 દિવસ સુધી રોકાયા હતા. ભારતની ગુપ્તચર એજન્સીઓ બે ભાઈઓ વધુ દિવસ પાકિસ્તાન રહેતા તેમના ૫ર શંકાને આધારે ATS ને જાણ કરી હતી. ATS ની ટીમ પહેલા ગોધરા આવીને બે ભાઇઓની પૂછપરછ કરી હતી અને રિપોર્ટ ભારતની એજન્સીને સોપ્યો હતો.

ATS એ પૂછપરછ કરી

બે ભાઇઓની પાકિસ્તાન પ્રવાસને લઈને ATS એ પુછપરછ સાથે દસ્તાવેજોની ચકાસણી કરી હતી. સતત 5 કલાક સુધી બને ભાઇઓની પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારબાદ ATS એ બે ભાઇઓની અટકાયત કરી હતી. જ્યારે અન્ય શકમંદ હનીફ ભટુક નામના ઇસમની ગુપ્ત માહિતી મળતા તેની પણ અટકાયત કરવામાં આવી હતી. 3 શકમંદોની અટકાયત કરીને ATS ની ટીમ અમદાવાદ લઈ ગયા હોવાનું સામે આવી રહ્યું છે. અટકાયત કરેલ ત્રણેય ઈસમોના પાસપોર્ટ પણ જપ્ત કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

બુધવારે અટકાયત કરવામાં આવી

બુધવારના રોજ બે ઉસ્માની ભાઇઓની ATS એ અટકાયત કરી છે. જ્યારે ચાર વર્ષ અગાઉ નેવી જાસૂસી કાંડમાં ગોધરાના બે ગિતેલી ભાઇઓની સંડોવણી બહાર આવતા NIA એ ધરપકડ કરી હતી. બે ગિતેલી ભાઈઓ પાકિસ્તાની ખુફિયા જાસૂસી એજન્સીઓને ભારતીય લશ્કરની ગુપ્ત માહિતી આપતા હતા. પાકિસ્તાની જાસૂસી એજન્સીઓના કહેવાથી નિવૃત સૈનિકના બેન્ક ખાતામાં નાણાં જમા કરાવતા હતા હાલ બંને જેલમાં છે.

ગુપ્તચર એજન્સી વોચ રાખે છે

ગોધરાના લધુમતિ વિસ્તારના અમુક લોકોના સગાઓ પાકિસ્તાનમાં રહે છે. તેઓ વચ્ચે અવારનવાર ફોન પર વાતચીત પણ થતી હોય છે. ત્યારે પાકિસ્તાનમાં મોબાઇલથી વાતચીત ૫ર દેશની ગુપ્તચર એજન્સી વોચ રાખે છે. તેમાંથી શંકા જતાં તપાસ કરવામાં આવતી હોય છે.