Loading...

Gandhinagar News:વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં વિકસિત ભારત માટેનો ક્વોન્ટમ જમ્પ આપતું કેન્દ્રીય બજેટ છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય બજેટ-2026ને આવકાર આપવા સાથે ગુજરાતને આ બજેટથી થનારા લાભ અંગેની વિસ્તૃત ભૂમિકા ગાંધીનગરમાં આયોજિત પત્રકાર પરિષદમાં આપી હતી.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Thu 05 Feb 2026 11:46 PM (IST)Updated: Thu 05 Feb 2026 11:46 PM (IST)
the-union-budget-is-a-quantum-leap-for-a-developed-india-under-the-visionary-leadership-of-prime-minister-narendra-modi-chief-minister-bhupendra-patel-686547

Gandhinagar News:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય બજેટ 2026ને ત્રણ મુખ્ય કર્તવ્યોના આધારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકસિત ભારતના નિર્માણ માટેની મજબૂત પીઠિકા તૈયાર કરનારું બજેટ ગણાવ્યું હતું.

તેમણે આ ત્રણ કર્તવ્યોની ભૂમિકા આપતા કહ્યું કે, આર્થિક વૃદ્ધિને વેગ આપીને સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ, લોકોની અપેક્ષા પૂર્ણ કરીને કેપેસિટી બિલ્ડીંગથી દેશની સમૃદ્ધિમાં સક્રિય જનભાગીદારી અને સૌના સાથ સૌના વિકાસને વધુ ગતિ આપવાની પ્રતિબદ્ધતા આ બજેટમાં પ્રતિબિંબિત થઈ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય બજેટ-2026ને આવકાર આપવા સાથે ગુજરાતને આ બજેટથી થનારા લાભ અંગેની વિસ્તૃત ભૂમિકા ગાંધીનગરમાં આયોજિત પત્રકાર પરિષદમાં આપી હતી. નાણાંમંત્રી કનુ દેસાઈ, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ટી. નટરાજન તેમજ મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં આ બજેટને રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતા વિકસિત ભારત માટેનો કોન્ટમ જમ્પ આપનારું બજેટ ગણાવ્યું હતું. ભારત આજે ત્રીજી આર્થિક મહાસત્તા બનવા તરફ ગતિ કરી રહ્યું છે ત્યારે આ બજેટ વિકસિત અને આત્મનિર્ભર ભારતનાં લક્ષ્યને સિદ્ધ કરવા તરફનું મહત્વનું કદમ બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

તેમણે કહ્યું કે, કેન્દ્રીય બજેટમાં ફાર્મા સેક્ટરમાં ૧૦ હજાર કરોડ રૂપિયાની ફાળવણી સાથેના બાયોફાર્મા શક્તિ કાર્યક્રમ દ્વારા દેશને ગ્લોબલ બાયોફાર્મા મેન્યુફેક્ચરીંગ હબ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ગુજરાત ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં દેશનું લીડર છે અને બાયોફાર્મા શક્તિ કાર્યક્રમનો રાજ્યના ફાર્મા સેક્ટરને પણ મળશે.

આ બજેટમાં ટેક્સટાઇલ સેક્ટરને વધુ ઉત્તેજન આપવા જાહેર કરવામાં આવેલી 6 જેટલી યોજનાઓનો લાભ રાજ્યના ટેક્સટાઇલ ક્ષેત્રને વેગ આપશે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

રાજ્યના 42.9 લાખથી વધુ MSME અર્થતંત્રની બેકબોન છે તેનો ઉલ્લેખ કરતા ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, કેન્દ્ર સરકારનાં આ વર્ષનાં બજેટમાં “ચેમ્પીયન MSME”ના નિર્માણ માટે ૧૦ હજાર કરોડના SME ફંડની જાહેરાત કરી છે. તેનાથી MSME સેક્ટરને સીધો લાભ મળશે અને લિક્વિડીટી વધશે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાત ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટ સાથે દેશનું સેમિકન્ડક્ટર હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.