Loading...

અમિત શાહ 27 જાન્યુઆરીએ ગાંધીનગર આવશે, શિક્ષાપત્રી 200 વર્ષ પૂર્ણના મહોત્સવના સમૈયા અવસરે રહેશે ઉપસ્થિત

મહેસાણા-અડાલજ હાઇવે પર હનુમાન મંદિર પાસે પર્વ મેદાનમાં પણ શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવા બદલ સમૈયાનુ આયોજન કરાયું છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Mon 26 Jan 2026 03:35 PM (IST)Updated: Mon 26 Jan 2026 03:35 PM (IST)
amit-shah-to-visit-gandhinagar-on-jan-27-for-shikshapatri-200th-anniversary-680174

Gandhinagar News: કેન્દ્રિય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ આવતીકાલે 27 જાન્યુઆરી, 2026ના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ ગાંધીનગર જિલ્લાના જમિયતપુર ખાતે શિક્ષાપત્રીને 200 વર્ષ પૂર્ણ થતા આયોજીત મહોત્સવના સમૈયાના અવસરે ઉપસ્થિત રહેશે. કેન્દ્રિય ગૃહમંત્રીની મુલાકાતને પગલે ગાંધીનગરના વહિવટી તંત્ર અને પોલીસ દ્વરા ચુસ્ત બંદોબસ્તની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

શિક્ષાપત્રીને 200 વર્ષ પૂર્ણ થતાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા વિશેષ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે.જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટશે. ગાંધીનગર જિલ્લામાં જમિયતપુરામાં મહેસાણા-અડાલજ હાઇવે પર હનુમાન મંદિર પાસે પર્વ મેદાનમાં પણ શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવા બદલ સમૈયાનુ આયોજન કરાયું છે. અમિત શાહ આ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેવાના છે.

ગાંધીનગર જિલ્લામાં યોજાનારા આ કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેવાના હોય વહિવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્તની તૈયારીઓ કરવામાં આવી છે. અમિત શાહ સ્વામિનારયણ સંપ્રદાય દ્વારા યોજવામાં આવતા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેતા હોય છે. ત્યારે આવતીકાલે તેઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ભગવાનના દર્શન કરી આશિર્વાદ પ્રાપ્ત કરશે.